દેશમાં કોરોના બરાબર નો વકર્યો છે અને રાજકારણીયા તેમના રોટલા શેકવા ચુંટણીઓ માં વ્યસ્ત છે બંગાળ માં ચુંટણીઓ યોજી કોરોના ના નિયમો તોડનારાઓ બેફામ બન્યા છે અને દેશ માં કોરોના ની ગાઈડ લાઈન પાળવાની સલાહ આપતા નેતાઓ હવે ભૂંડા લાગી રહ્યા છે.
સમગ્ર દેશ ની વાત કરવામાં આવે તો છેલ્લા 24 કલાકમાં 47,009 કેસ નોંધાયા છે તેની સામે 21,206 સાજા થયા, જ્યારે 213 લોકો મૃત્યુ પામ્યા હતા. આ રીતે એક જ દિવસમાં એક્ટિવ કેસ એટલે કે સારવાર ચાલી રહી હોય તેવા દર્દીઓની સંખ્યામાં 28,653નો વધારો થયો છે. એકલા મહારાષ્ટ્રમાં, 30,535 કેસ નોંધાયા હતાં, જે કોરોના રાજ્યની અત્યારસુધીની સૌથી મોટો આંક છે. આ પહેલાં 11 સપ્ટેમ્બરના રોજ 24,886 કેસ નોંધાયા હતા, એ પછીના સૌથી વધુ હતા.
દેશમાં અત્યારસુધીમાં 1.16 કરોડ લોકો આ મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા છે. તેમાંથી 1.11 કરોડ લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 1.60 લાખ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. હવે 3 લાખ 31 હજાર 671 દર્દીની સારવાર કરવામાં આવી રહી છે
આમ ચૂંટણીઓ બાદ બંગાળ માં પણ કોરોનો ના આંકડા આશ્ચર્ય જનક રીતે વધી જશે હમણાં ચુંટણીઓ ના માહોલ માં આંકડા બહાર નહિ આવે તેવું જનતા જનાર્દન નું કહેવું છે.