મધ્ય પ્રદેશમાં ચાલી રહેલા રાજકીય કાવાદાવા ના આખરી દૌર માં આખરે જ્યોતિરાદિત્ય સિંધિયા આજે ભાજપમાં સામેલ થશે અને ભાજપ માં વિધિવત આવકારવા માટે ભાજપ અધ્યક્ષ જે પી નડ્ડા અને અમિત શાહ હાજર રહેશે. સિંધિયાએ મંગળવારે કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યું હતું. હવે સિંધિયાને રાજ્યસભામાં મોકલવાની તૈયારી છે. તેની જાહેરાત બુધવારે દિલ્હીમાં થનાર હોવાનું સૂત્રો એ જણાવ્યું હતું , નજીક ના સૂત્રો ના મતે કેન્દ્રીય સત્ર બાદ સિંધિયાને કેન્દ્ર સરકારમાં મંત્રી બનાવવામાં આવશે. કમલનાથ સરકારના 6 મંત્રીઓ સહિત 22 ધારાસભ્યોએ સિંધિયાના રાજીનામાની જાણ થતા જ કોંગ્રેસ છોડી હતી. સિંધિયાના સમર્થક ધારાસભ્યોમાંથી 5થી 7 ને મધ્ય પ્રદેશમાં ભાજપ સરકાર બન્યા બાદ મંત્રી પદ અપાય તેવી શકયતા વ્યક્ત થઈ રહી છે તો બીજી તરફ બેંગલુરુમાં રોકાઈ ગયેલા સિંધિયા સમર્થક વિધાયકોએને બુધવારે બેંગલુરુમાંથી દિલ્હી મોકલવામાં આવશે. તેમાં પ્રદુમ્ન સિંહ તોમર, રધુરાજ કંસાના, કમલેશ જાટવ, રક્ષા સરોનિયા, જજપાલ સિંહ જ્જી, ઈમરતી દેવી, પ્રભુરામ ચૌધરી, તુલસી સિલાવટ, સુરેશ ધાકડ, મહેન્દ્ર સિંહ સિસોદિયા, ઓપીએસ ભદૌરિયા, રણવીર જાટવ, ગિરાજ દંડોતિયા, યશવંત જાટવ, ગોવિંદ સિંહ રાજપૂત, હરદીપ ડંગ, મુન્ના લાલ ગોયલ, બ્રિજેન્દ્ર યાદવ નો સમાવેશ થાય છે.
મધ્યપ્રદેશ માં ચાલી રહેલા આ સૌથી મોટા રાજકીય ડ્રામા ઉપર દેશભર ના નાગરિકો ની નજર છે અને અપડેટ લઈ રહ્યા છે.
