ટીમ ઇન્ડિયાના સુકાની રોહિત શર્માને કોરોનાગ્રસ્ત થતા ભારતની મુશ્કેલી વધી છે,બીસીસીઆઈ (BCCI) એ પોતે ટ્વીટ કરીને તેની માહિતી શેર કરી છે.
લેસ્ટરશાયર સામે રમાઈ રહેલી પ્રેક્ટિસ મેચ દરમિયાન થયો હતો કોરોના ટેસ્ટ, રોહિત શર્માનો પોઝિટિવ આવ્યો છે. ભારતીય સુકાનીનો આ ટેસ્ટ શનિવારે કરવામાં આવ્યો હતો.
રોહિત શર્માએ લેસ્ટરશાયર સામેની પ્રેક્ટિસ મેચની પ્રથમ ઇનિંગમાં પણ બેટિંગ કરી હતી.
પ્રેક્ટિસ મેચના ત્રીજા દિવસે તેને કોરોના સંક્રમણ લાગતા હાલમાં તે ટીમની હોટલમાં આઈસોલેશનમાં છે. BCCI ની મેડિકલ ટીમ સતત ભારતીય સુકાની પર નજર રાખી રહી છે.”
મહત્વનું છે કે ટીમ ઈન્ડિયા 16 જૂનના રોજ ઈંગ્લેન્ડ માટે રવાના થઈ હતી, ત્યારે ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન કોરોના પોઝિટિવ હોવાનું બહાર આવતાં તેઓ ટીમમાં સામેલ થયાન હતા.દરમિયાન ગયા અઠવાડિયે લંડન પહોંચેલા વિરાટ કોહલી પણ કોરોના સંક્રમિત થયા હતા. જો કે આ બંને ખેલાડીઓ અત્યારે ઠીક છે અને ટીમ સાથે છે.