વીતેલા વર્ષ માં અનેક સેલિબ્રિટીસ ના મોત થઈ ચૂક્યા છે ત્યારે મળી રહેલા અહેવાલો મુજબ ટીવીની પોપ્યુલર એક્ટ્રેસ લીના આચાર્યનું કિડની ફેલ થવાને કારણે દુઃખદ નિધન થઇ ગયું છે. નોંધનીય છે કે એક્ટ્રેસ લીના છેલ્લા દોઢ વર્ષથી કિડનની બીમારીથી પીડાતી હતી અને કિડની ની સમસ્યા વધુ બગડતા થોડાં સમય પહેલાં જ તેની માતાએ તેને કિડની આપી હતી પરંતુ તે બચી શકી નહીં. લીના દિલ્લીની એક હોસ્પિટલમાં દાખલ હતી. લીના ના નિધન થી તેના પરિવાર ઉપર આભ તૂટી પડ્યું છે લીના ના નિધન ઉપર અનેક મોટી હસ્તીઓએ પણ દુઃખ વ્યક્ત કર્યું છે.
