ભારતીય વાયુસેના (IAF)નું મિગ -21 બાઇસન વિમાન સવારે તૂટી પડ્યું હતું , આ અકસ્માતમાં IAFના ગ્રુપ કેપ્ટન શહીદ થયા હતા. મિગ -21 વિમાન લડાઇ તાલીમ માટે જ્યારે ઉડાન લઈ રહ્યું હતું ત્યારે એરફોર્સના સેન્ટ્રલ ઇન્ડિયા બેઝ પર આ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ગ્રુપ કેપ્ટન એ. ગુપ્તા શહીદ થયા છે. દુર્ઘટનાની વધુ તપાસ અર્થે એરફોર્સે તાત્કાલિક ધોરણે કોર્ટ ઑફ ઇન્કવાયરી બોલાવી છે. આ દુર્ઘટનામાં શહીદ થયેલા કેપ્ટનને વાયુસેનાએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
પ્રાપ્ત થતી માહિતી અનુસાર, આ કોમ્બેટ તાલીમ ગ્વાલિયરના એરફોર્સ બેઝ પર ચાલી રહી હતી. IAFએ આ દુર્ઘટનાનું કારણ જાણવા માટે તપાસ પણ હાથ ધરી દીધી છે.