દેશ માં કોરોના ની હાડમારી હજુ ચાલુ છે અને કોરોના ને એક વર્ષ પૂરું થવા આવી રહ્યુ છે ત્યારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો.હર્ષવર્ધને જણાવ્યું કે તહેવારો અને ઠંડીની સિઝનમાં કોરોના સંક્રમણના કેસમાં તીવ્ર વધારો થઈ શકે છે. આ સંજોગોમાં સૌએ સાવધાની દાખવવાની રહેશે.તેમણે કોરોના વેક્સિન અંગે અપડેટ પણ આપી હતી. તેમણે કહ્યું- વિવિધ વેક્સિનના ટ્રાયલ પણ અત્યારે ફેઝ-1, ફેઝ-2,ફેઝ-3માં ચાલી રહી છે. તેના પરિણામો આવવાના બાકી છે. આ માટે કેન્દ્ર સરકારે હજુ કોઈ નિર્ણય લીધો નથી, જે અંતર્ગત વેક્સીનનો ઈમર્જન્સી યુઝ શરૂ કરી શકાય.
ડો.હર્ષવર્ધને સોશિયલ મીડિયા મારફતે પોતાના 5માં સન્ડે સંવાદ કાર્યક્રમમાં લોકો સાથે સીધી વાત કરી. તેમણે કહ્યું-SARS Cov 2 એક રેસ્પિરેટ્રી વાઈરસ છે અને આ પ્રકારના વાયરસ ઠંડીની મોસમમાં વૃદ્ધિ પામવા માટે જાણિતા હોય છે. રેસ્પિરેટ્રી વાયરસ ઠંડીની સિઝનમાં વધી શકે છે. આમ કોરોના નું સંક્રમણ નો ખતરો ટળ્યો નથી અને લોકો ને આ ખતરા થી બચવા જાતે જ પ્રયાસો કરવા પડશે અને માસ્ક , સોસિયલ ડિસ્ટનીંગ વગેરે નું પાલન કરવું પડશે તેમજ કોરોના સાથે જ જીવવા માટે ટેવાવુ પડશે આ માટે જાગૃતિ લાવવા ઉપર તેઓ એ ભાર મુક્યો હતો.
