આજે સોમવારે શરૂઆતના કારોબારમાં યુએસ ડોલર સામે રૂપિયો 31 પૈસાની સર્વકાલીન નીચી સપાટીએ સરકી ગયો હતો.
સોમવારે શરૂઆતી કારોબારમાં રૂપિયો 80.15 પર ટ્રેડ થતો જોવા મળ્યો હતો.
બજારના જાણકારોના મતે વૈશ્વિક બજારમાં અમેરિકી ચલણની મજબૂતાઈ અને ક્રૂડ ઓઈલના ભાવમાં વધારાને કારણે આ ઘટાડો નોંધાયો છે.
ઇન્ટરબેંક ફોરેન એક્સચેન્જ માર્કેટમાં, ડોલર સામે રૂપિયો 80.10 પર ખૂલ્યો હતો, જે પાછળથી વધુ ઘટાડા સાથે 80.15 પર નોંધાયો હતો, જ્યાં અગાઉના બંધની સામે તેણે 31 પૈસાની નબળાઈ નોંધાવી હતી.
પાછલા ટ્રેડિંગ સેશનમાં શુક્રવારે ડોલર સામે રૂપિયો 79.84 ના સ્તર પર બંધ થયો હતો.