દુનિયા હાઈટેક યુગ માં પ્રવેશી ચુકી હોવાછતાં ભારત માં હજુપણ ગ્રામ્ય વિસ્તારોમાં અંધશ્રદ્ધા જોવા મળી રહી છે ઉત્તરપ્રદેશના કાનપુરમાં બનેલી એક અત્યંત ખૌફનાખ ઘટના માં સંતાન સુખ મેળવવા તાંત્રિક વિધિ કરવા બે નર પિચશો એ રાત્રે માત્ર છ વર્ષ ની માસૂમ બાળકી ઉપર વારાફરતી પાશવી બળાત્કાર કર્યા બાદ તેની હત્યા કરી નાખી હતી અને નર પિચશો એ અત્યંત ઘાતકી રીતે બાળકી ના મૃતદેહ માંથી કાળજું અને ફેફસા પણ કાઢી લઈ પોતાના કાકા અને કાકી ને આપતા તેઓ બાળકી નું કાળજું ખાઈ ગયા હતા. પોલીસે આ ઘટના માં કાળજું ખાનારા દંપતી સહિત ચાર લોકોની ધરપકડ કરી લીધી છે. બાળકીની હત્યા કાળા જાદુ અને તંત્ર-મંત્રનાં ચક્કરમાં થઈ હોવાનું જાણવા મળ્યું છે. દંપતીને કોઈ સંતાન ન હતું, તેથી તેમણે તંત્ર-મંત્રનાં ચક્કરમાં તેમના ભત્રીજા પાસે બાળકીની હત્યા કરાવી હતી.
ભત્રીજાએ તેના એક મિત્ર સાથે મળીને પહેલા બાળકી સાથે દુષ્કર્મ કર્યું અને ત્યાર પછી તેનું ગળું દબાવીને હત્યા કરી હતી. ત્યાર પછી તેમણે બાળકીના શરીરમાંથી લિવર કાઢીને તેનાં કાકા-કાકીને આપી દીધું હતું. કાકા-કાકીએ લિવરનો અમુક હિસ્સો ખાધો હતો અને બાકીનો કૂતરાને ખવડાવી દીધો હતો. હત્યા કરવા માટે કાકા-કાકીએ ભત્રીજાને 500 રૂપિયા આપ્યા હતા અને તેના મિત્રને 1000 રૂપિયા આપ્યા હતા.
SP ગ્રામીણ બૃજેશ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે,ઘાટમપુર પોલીસ સ્ટેશન વિસ્તારના ભદરસ ગામની એક વ્યક્તિની 6 વર્ષની બાળકી દિવાળીમાં શનિવારની સાંજે પડોશીની દુકાને થોડી વસ્તુઓ લેવા ગઈ હતી, પરંતુ ઘરે પાછી નહી ફરતા પરિવારજનો રાત્રે બાળકીની ખૂબ તપાસ કરી હતી પરંતુ પત્તો નહિ લાગતા તેઓ એ આ અંગે પોલીસને જાણ કરી હતી.
દરમ્યાન સવારે કાળી માતાના મંદિર પાસેથી અત્યંત ઘાતકી રીતે હત્યા કરી દેવાયેલ હાલતમાં બાળકી મૃતદેહ મળ્યો હતો શરીર પર કપડાં પણ ન હતાં તેથી રેપ થયા નું જણાયું હતું અને શરીર ના અંગો ગાયબ હતા અને બાજુમાં જ લોહીથી લથપથ તેનાં ચંપલ પડ્યાં હતાં,કાળી ચૌદશ -દિવાળી પણ હોય પોલીસ ની પ્રાથમિક તપાસમાં જ કોઈ તાંત્રીક પ્રયોગ ને કારણે બાળકીની હત્યા કરાઈ હોવાનું લાગી રહ્યું હતું.આ દિવસે અઘોરી સાધના કરનારા લોકો અનુષ્ઠાન કરતા હોય છે.
તપાસ દરમિયાન પોલીસ ને કેટલીક કળીઓ મળતા ગામના જ અંકુલ અને બિરન નામના ઈસમો ની ધરપકડ કરી લીધી હતી. બંનેની કડક પૂછપરછ કરવામાં આવી હતી. પહેલાં તો બંનેએ પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતું પોલીસ ની ખાસ પુછતાછ માં તેઓ એ પોતાનો ગુનો કબુલી લીધો હતો જેમાં આરોપી અંકુલે કબુલ્યું કે કાકા પરશુરામ ને કોઈ સંતાન ન હોય તેમણે એક પુસ્તકમાં વાંચ્યું હતું કે જો તેઓ કોઈ બાળકીનું કાળજું (લિવર) તેમની પત્ની સાથે મળીને ખાશે તો તેમને સંતાન પ્રાપ્તિ થશે.
તેથી પરશુરામે અંકુલને અમુક પૈસા આપ્યા હતા. હત્યા કરતાં પહેલાં અંકુલે તેના એક ખાસ મિત્ર સાથે મળીને ખૂબ દારૂ પણ પીધો હતો અને ત્યાર પછી પડોશમાં રહેતી બાળકીને ફટાકડા અપાવવાની લાલચ આપીને ઘરની બહાર લઈ ગયો હતો. ત્યાર પછી તેણે બાળકીને જંગલમાં લઈ જઈને બાળકી ઉપર વારાફરતી બળાત્કાર કર્યો હતો અને ત્યારબાદ ગળું દબાવીને બાળકી ની હત્યા કરી દીધી હતી ત્યારબાદ બાળકીનું પેટ ચીરીને કાળજું,લીવર સહિત ના અંગ કાઢી દીધાં હતાં અને એ પરશુરામને આપી દીધાં હતાં. અંકુલે જણાવ્યું હતું કે કાકા પરશુરામે પત્ની સાથે બેસીને બાળકીનું કાળજું ખાધું હતું અને બાકીનાં અંગ કૂતરાને આપી દીધાં હતાં. આ કામ માટે કાકાએ મને રૂ. 500 અને મારા મિત્રને 1000 રૂપિયા આપ્યા હતા. આ અંગે માહિતી આપતા SP ગ્રામીણ બૃજેશ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે પરશુરામના લગ્ન 1999માં થયા હતા, પરંતુ તેમને કોઈ સંતાન ન હતું. બાળકની લાલચમાં તેમણે તેમના ભત્રીજા અંકુલને કોઈ બાળકીનું કાળજું લાવવા માટે તૈયાર કર્યો હતો જેઓ એ આ ઘટના ને અંજામ આપ્યો હતો. આ ઘટના એ સ્થાનિક વિસ્તારમાં ભારે ચકચાર જગાવી છે.પોલીસે તમામ આરોપીઓ ની ઘરપકડ કરી લીધી છે.
