હિમાચલ પ્રદેશના મંડીથી લોકસભાના સાંસદ અને ભારતીય જનતા પાર્ટીના નેતા રામસ્વરૂપ શર્મા તેમના દિલ્હી સ્થિત ફ્લેટમાં તેઓ મૃત હાલતમાં મળી આવ્યા છે. પ્રાથમિક મીડિયા અહેવાલો અનુસાર તેમનું મોત શંકાસ્પદ હોવાનું સામે આવ્યું છે અને તેમનો મૃતદેહ ગળે ફાંસો ખાધેલી હાલત માં મળી આવ્યો છે.
દિલ્હી પોલીસે આપેલી વિગતો મુજબ પોલીસ ને સવારે 8.30 વાગ્યે સૂચના મળી કે ગોમતી અપાર્ટમેન્ટમાં ભાજપ સાંસદે આપઘાત કરી લીધો છે. અધિકારીઓ જ્યારે ત્યાં પહોંચ્યા તો તેમનું શરીર ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યું હતું. પોલીસ હાલ આ કેસ માં તપાસ કરી રહી છે. જોકે પ્રાથમિક તપાસમાં આપઘાત હોવાનું જ માનવામાં આવી રહ્યું છે.ભાજપ સાંસદના અવસાન બાદ આજે ભાજપે સંસદીય દળની બેઠકને રદ કરી છે.