આમ આદમી પાર્ટી હવે ધીરેધીરે દેશમાં પોતાનું વર્ચસ્વ વધારી રહી છે અને દિલ્હી બાદ પંજાબ અને હવે ગુજરાતમાં પગપેસારો કરતા રાજકીય સમીકરણો બદલાઈ રહયા છે ત્યારે બીજી તરફ CBIએ આજે રવિવારે દિલ્હીના ડેપ્યુટી CM મનિષ સિસોદિયા સામે લુક આઉટ નોટિસ જારી કરી છે. રિપોર્ટ મુજબ, સિસોદિયા સિવાય 13 અન્ય લોકોને દેશ છોડવાની મનાઈ કરી દેવામાં આવી છે.
CBIએ શુક્રવારે દિલ્હીમાં નવી એક્સાઈઝ પોલિસીની તપાસ માટે સિસોદિયાના સરકારી નિવાસ સ્થાને દરોડો પાડ્યો હતો. 14 કલાક ચાલેલી કાર્યવાહી દરમિયાન સિસોદિયાનો મોબાઈલ, લેપટોપ જપ્ત કરાયા છે. CBIએ કેટલાક દસ્તાવેજો પણ જપ્ત કર્યા છે.
મનિષ સિસોદિયાએ કરેલું ટ્વિટ ચર્ચામાં આવી ગયું છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંબોધીને લખ્યું છે કે, તમને મારા ઘરેથી એક પૈસાની પણ હેરાફેરી નથી મળી,હવે તમે લૂકઆઉટ નોટિસ જારી કરી છે. અને સિસોદિયા મળતા નથી એવું કહો છો. આ શું નાટક છે ? હું તો દિલ્હીમાં જ ફરૂં છું. બોલો, ક્યાં આવવાનું છે ?
આમ,સીબીઆઈની કાર્યવાહી અને આમ આદમી પાર્ટીની પ્રતિક્રિયા દેશભરમાં ચર્ચાનો વિષય બની છે.