દેશની રાજધાની દિલ્હીના આઝાદ માર્કેટ વિસ્તારમાં બિલ્ડીંગ ધરાશાયી થવાના સમાચાર છે. ફાયરની ત્રણ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. આ અકસ્માતમાં ચાર લોકો ઘાયલ થયા છે. જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હજુ પણ 6 થી 7 લોકો કાટમાળ નીચે ફસાયા હોવાની આશંકા છે.
ઉત્તરી જિલ્લાના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ સાગર સિંહ કલસીએ જણાવ્યું હતું કે હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી. જ્યારે ચાર લોકો ઘાયલ થયા છે. અહીં કોઈ રહેતું ન હતું. તે ચાર માળની ઇમારત હતી. ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.