દિલ્હીઃ શુક્રવારે દિલ્હીમાં ઇઝરાઇલી દૂતાવાસમાં આઈઈડી બ્લાસ્ટ થયો હતો. વિસ્ફોટના કારણે આસપાસના વિસ્તારમાં પાર્ક થયેલા અનેક વાહનોના કાચ તૂટી ગયા છે. દિલ્હી પોલીસની વિશેષ પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. હજી સુધી વિસ્ફોટના કારણો જાણવા મળ્યા નથી.
દિલ્હીમાં ઈઝરાયેલના દૂતાવાસની પાસે બ્લાસ્ટ થયો છે. બ્લાસ્ટમાં 4થી 5 ગાડીઓને નુકસાન પહોંચ્યું છે. ઘટનામાં કોઈ ઘાયલ થવાની હજુ સુધી કોઈ પુષ્ટિથઈ નથી. સ્પેશલ સેલની ટીમ સમયસર ઘટના સ્થળે પહોંચી ગઈ છે. દિલ્હીમાં પોલિસે બ્લાસ્ટની પુષ્ટિ કરી છે. પોલિસનું કહેવું છે કે વિસ્ફોટ ફૂટપાથની પાસે થયો છે. 4થી 5 ગાડીઓના કાચ તૂટી ગયા છે.
દિલ્હીમાં ઇઝરાયેલના દૂતાવાસની બહાર થયેલા ધડાકાથી સરકાર અને સુરક્ષા વિભાગની ચિંતા વધી ગઇ છે. આજના ધડાકો એટલા માટે ચિંતાનો વિષય છે કારણ કે, જે સ્થળે ધકાડો થયો ત્યાંથી બીટિંગ સ્ટ્રીટનું સ્થળ માત્ર દોઢ કિમી દૂર છે. અગમચેતીન ભાવ રૂપે દિલ્હીમાં મહત્વપૂર્ણ સ્થળો, સરકારી ઓફિસો, એરપોર્ટ પર એલર્ટ જારી કરવામાં આવ્યુ હતુ.
#WATCH | Delhi Police team near the Israel Embassy where a low-intensity explosion happened.
Nature of explosion being ascertained. Some broken glasses at the spot. No injuries reported; further investigation underway pic.twitter.com/RphSggzeOa
— ANI (@ANI) January 29, 2021
“>
આ ધડાકો ઈઝરાયેલી દૂતાવાસથી લગભગ 150 મીટર દૂર થયો છે. દિલ્હી પોલિસના વરિષ્ઠ અધિકારીઓ પણ ઘટનાસ્થલ પર પહોંચી ગયા છે. જણાવી દઈએ કે ઈઝરાયેલી દૂતાવાસ ડો. એપીજે અબ્દુલ કલામ રોડ પર સ્થિત છે. ફાયર વિભાગના અધિકારીએ જણાવ્યું કે અમને સાંજે 5.45 કલાકે ધમાકો થયાનો ફોન આવ્યો હતો. જે પછી અમે સમયસર પહોંચી ગયા છી. આ વિસ્તારની ઘેરાબંધી કરી દેવામાં આવી છે.