નવી દિલ્હીઃ દિલ્હીમાં કોરોના વાયરસ કહેર વરતાવી રહ્યો છે. દિલ્હીમાં સતત ચોથા દિવસે અને ચાલુ મહિને છઠ્ઠ વાર એક દિવસમાં 100થી વધુ કોરોના સંક્રમિતોના મોત થયા છે. સોમવારે એક વાર ફરી 121 દર્દીઓને કાળમુખો કોરોના ભરખી ગયો છે. તેની સાથે જ દિલ્હીમાં કોરોનાનો કૂલ મૃત્યુઆંક વધીને 8512 પહોંચી ગયો છે.
ગત 12 નવેમ્બરે કોરોના સંક્રમણથી 104 દર્દીના મોત નિપજ્યા હતા ત્યારબાદ 18 નવેમ્બરે અત્યાર સુધીમાં સૌથી વધુ 131 દર્દીના આ વાયરસથી મોત થયા છે. પાછલા 10 દિવસમાં કોરોનાથી મરનાર દર્દીનો સરેરાશ રેશિયો વધીને 1.83 ટકાએ પહોંચી ગયો છે. સોમવારે જારી કરેલ રિપોર્ટમાં સંક્રમિત દર્દીઓની સંખ્યા ને સંક્રમણ રેટ બંનેમાં મોટો ઘટાડો આવ્યો છે.
સોમવારે કુલ 37,307 સેમ્પલનું કોરોના ટેસ્ટિગ કરવામાં આવ્યુ, તેમાંથી 4454 સેમ્પલ પોઝિટિવ આવ્યા એટલે કે કુલ 11.94 ટકા સંક્રમણ રેટ નોધાયો હતો. પાછલા દિવસોની તુલનામાં તે નીચો છે.પરંતુ તેનું કારણ ટેસ્ટિંગમાં પણ ભારે ભરખમાં ઘટાડો જણાવાય છે. રાહતની વાત એ છે કે, સોમવારે 7,216 દર્દી કોરોના મુક્ત થયા છે. અત્યાર સુધી દિલ્હીમાં કોરોના સંક્રમિત 4,88,476 દર્દીઓ સાજા થયા છે. એવામાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા પણ નોંધપાત્ર ઘટી ગઇ છે અને દિલ્હીમાં કોરોનાના 37,327 એક્ટિવ કેસ છે.