નવી દિલ્હીઃ કોરોના મહામારીના સંકટ વચ્ચે દિલ્હીમાં પ્રાણવાયુ હવે જીવલેણ બની રહ્યો છે જેનું કારણે હવામાં વધી રહેલા પ્રદૂષણનું પ્રમાણ. આજે દિલ્હીની હવામાં પ્રદૂષણનું ચાલુ સીઝનમાં સૌથી વધુ નોંધાયુ હતુ. દિલ્હીમાં મગંળવારે સુવારે હવા, હવાની ગુણવત્તાનું સ્તર ‘અત્યંત ખરાબ’ શ્રૈણીમાં જતુ રહ્યુ હતુ. આવું ચાલુ સીઝનમાં પ્રથમવાર બન્યુ છે. જેના કારણે હવાની મધ્યમ ગતિ અને તાપમાનમાં ઘટાડો આવી રહ્યો છે. દિલ્હી-એનસીઆરમાં પ્રદૂષણનું સમસ્યા ગંભીર બની રહી છે. પંજાબ રિમોટ સેંસિંગ સેન્ટર (પીઆરએસસી)ના એક અધિકારીએ પરાળ સળગાવવાના લઇને આંકડાઓ રજૂ કર્યા છે, તે કોઇના પણ હોશ ઉડાવવા માટે પુરતા છે.
પીઆરએસસીના મતે ચાલુ વર્ષે 21 સપ્ટેમ્બરથી 12 ઓક્ટોબર દરમિયાન પરાળ બાળવાની ઘટનાઓ પાછલા વર્ષના સમિક્ષાધીન સમયગાળાની તુલનાએ ચાર ગણી વધી છે.
એવું માનવામાં આવી રહ્યુ છે કે, હવામાં પ્રદૂષણ વધતા શ્વાસ લેવામાં તકલીફ પડી શકે છે. હવે અસ્થમા અને શ્વાસની બિમારીવાળા દર્દીઓએ વધારે સાવધાની રાખવાની જરૂર છે. કહેવાય છે કે, જો હવામાં પ્રદૂષણનું પ્રમાણ હજી વધ્યુ તો કોરોના વાયરસના પ્રકોપનો ખતરો વધી શકે છે. કારણ કે, હવા પ્રદૂષણ શ્વસન તંત્રને નબળુ પાડે છે. એવામાં કોરોના વાયરસની ઝપેટમાં આવેલા દર્દીને સાજા થવામાં વધારે સમય લાગી શકે છે.
પીઆરએસસીના લુધિયાના ડિવિઝનના હેડ એસીએમ અનીલ સૂદે કહ્યુ કે, પાછલા વર્ષે 21 સપ્ટેમ્બરથી 12 ઓક્ટોબર સુધી પંજાબમાં પરાળ સળગાવવાની 755 જ્યારે તેના એક વર્ષ પૂર્વે 2018માં આ આંકડા 510 હતા જે ચાલુ વર્ષે વધીને 2873 થઇ ગયા છે. આમ પરાળ સળગાવવાની વધી રહેલી ઘટનાઓની અસર પણ દેખાવા લાગી છે. દિલ્હી-એનસીઆરમાં સોમવારે આ સીઝનનું સૌથી વધારે પ્રદુષણ નોંધાયુ હતુ.
ચિંતાની વાત એ છે કે ગાઝિયાબાદમાં પ્રથમવાર હવાની ગુણવત્તા અત્યંત ખરાબ સ્તરને સ્પર્શી ગઇ છે તેવી રીતે ગુરુગ્રામમાં પણ હવાની ગુણવત્તા ઘટી છે. સોમવારે રાજધાની દિલ્હીમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 261 નોંધાયો છે. પીએમ 2.5 ટકા અને પીએમ 10નું પ્રમાણ સૌથી વધારે રહ્યુ. દિલ્હી ઉપરાંત બાગપતમાં 333, બહાદુરગુઢમાં 217, બલભાગઢમાં 161, ભિવાડીમાં 266, ફરિદાબાદમાં 224, ગાજિયાબાદમાં 302, ગ્રેટર નોઇડામાં 292, ગુરુગ્રામમાં 259, જીંદામાં 294, કુરુક્ષેત્રમાં 315 અને નોઇડામાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 274 રહ્યુ હતુ.