દિલ્હીમાં ભારે વરસાદ પડતાં આજે યલો એલર્ટ જાહેર કરાયું છે. સાયબર સિટી ગુડગાંવમાં કાળા ડીબાંગ વાદળો છવાઈ ગયા છે અને વરસાદ પડતા ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ આજે શુક્રવારે જિલ્લાની તમામ કોર્પોરેટ અને ખાનગી સંસ્થાઓને કર્મચારીઓને ઘરેથી કામ કરવાની સલાહ આપી છે. નોઈડા અને ગાઝિયાબાદમાં આઠમા ધોરણ સુધીની તમામ શાળાઓ બંધ કરી દેવામાં આવી છે.
ગઈકાલથી દિલ્હી-NCRમાં વરસાદ પડી રહ્યો છે. આજે પણ ભારે વરસાદ પડવાની સ્થિતિમાં ભીડભાડવાળા વિસ્તારોમાં રસ્તાઓ પર જામ થવાની સંભાવના છે.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે સવારે યુપીના પૂર પ્રભાવિત જિલ્લાઓનું હવાઈ સર્વેક્ષણ કરશે. ભારે વરસાદને કારણે ગોરખપુરમાં પૂર આવ્યું છે, જેના કારણે નદીઓના કિનારે આવેલા અનેક ગામો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. સીએમ યોગી આદિત્યનાથ સવારે 9.30 વાગ્યાથી ગોરખપુર, સંત કબીર નગર, બસ્તી, અયોધ્યા, ગોંડા અને બારાબંકીમાં સરયૂ નદીના પૂર પ્રભાવિત વિસ્તારોનું હવાઈ સર્વેક્ષણ કરશે.