દેશ માં કોરોના ના હાહાકાર વચ્ચે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પણ કોરોના પોઝીટિવ આવ્યા છે તેઓ એ આ અંગે સોશિયલ મીડિયા પર માહિતી શેર કરી જણાવ્યું કે હાલ તે હોમ આઈસોલેશનમાં છે. રાહુલ છેલ્લા ઘણા દિવસોથી કેરળ, પુડ્ડુચેરી, પશ્ચિમ બંગાળ, આસામ અને તમિલનાડુની ચૂંટણીઓ માટે રેલીઓ કરી રહ્યાં હતા. બે દિવસ પહેલા જ તેમણે કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખીને બંગાળમાં થનારી પોતાની તમામ રેલીઓને રદ કરી દીધી હતી.
સાથેજ દિલ્હી ના મુખ્યમંત્રી કેજરીવાલની પત્ની સુનિતા કેજરીવાલ પણ કોરોના સંક્રમિત થયા છે, તેમણે પોતાને હોમ આઈસોલેશનમાં રાખ્યા છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ ક્વોરેન્ટાઈન થઈ ગયા છે. થોડા દિવસો સુધી તેઓ ઘરેથી કામકાજ સંભાળશે. આમ કોરોના એ હાહાકાર મચાવ્યો છે અને જનતા સહિત નેતાઓ સંક્રમિત થઈ રહ્યા છે.
