સમગ્ર વિશ્વ માં ત્રીજા તબક્કા માં ફેલાયેલા કોરોના ના વાવાઝોડા માં ભારત ની રાજધાની દિલ્હી પણ બાકાત નથી અને કોરોના એ હાહાકાર મચાવ્યો છે અને અહીં છેલ્લા 24 કલાકમાં નવા 7486 નવા કેસ સામે આવ્યા છે, અને 131 લોકો ના કોરોના માં મોત થઈ જતા ભારે ગભરાટ નો માહોલ છે.
દિલ્હીમાં કોરોનાથી અત્યાર સુધી 7943 લોકોના મોત થઈ ચૂક્યા છે, જ્યારે 42458 એક્ટિવ કેસ છે. દિલ્હીમાં કોરોનાના દર્દીઓનો આંકડો 5 લાખને પાર થઈ ગયો છે. રાજધાનીમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 503084 થઈ ગઈ છે.
અગાઉ મંગળવારે દિલ્હીમાં 6396 નવા કેસ નોંધવામાં આવ્યા હતા, જ્યારે 99 લોકોના મોત થઈ ગયા છે. દિલ્હીમાં કોરોનાથી થનાર દર્દીઓનો મૃત્યુદર ઝડપથી વધી રહ્યો છે અને કેસની સંખ્યા વધતા સરકાર માં ચિંતા પ્રસરી છે અને યુદ્ધ ના ધોરણે કોરોના ને કાબુ માં લેવા પ્રયાસો શરુ થયા છે.
