કોરોના ની મહામારી આખા દેશ માં ફેલાઈ ગઈ છે અને રાજધાની દિલ્હીમાં જ કોરોના પ્રભાવિત 121 લોકોનાં મોત થયાં છે, આ દેશમાં સૌથી મોટો મૃત્યુ આંક છે જ્યારે કોરોના માં 50 લોકોનાં મોતની સાથે મહારાષ્ટ્ર બીજા નંબરે રહ્યું છે. મહારાષ્ટ્રમાં આ આંકડો 15 મે પછી સૌથી ઓછો છે. ત્યારે અહીં 49 લોકોનાં મોત થયાં હતાં. દિલ્હીમાં આ પહેલાં 18 નવેમ્બરે સૌથી વધુ 131 દર્દીનાં મોત થયાં હતાં.
દેશમાં ગતરોજ રવિવારે 44 હજાર 404 કેસ નોંધાયા છે અને 41 હજાર 405 દર્દી સાજા પણ થયા છે અને 510 લોકોનાં મોત થયા હોવાનું સરકારી ચોપડે નોધાયું છે. દેશમાં અત્યારસુધીમાં 91.40 લાખ કેસ નોંધાઈ ચૂક્યા છે, જેમાંથી 85.61 લાખ દર્દી સાજા થઈ ચૂક્યા છે અને 1.33 લાખ સંક્રમિતોનાં મોત થઈ ચૂક્યાં છે. આમ દુનિયાભર માં કોરોના એ હાહાકાર મચાવ્યો છે ત્યારે ભારત પણ તેમાંથી બાકાત નથી અને જ્યાં સુધી કોરોના ની રસી માર્કેટ માં આવી ન જાય ત્યાં સુધી ભીડભાડ ન કરવા સહિત સતત માસ્ક પહેરવાથી ઘણા બધા લોકો ના જીવ બચી જઈ શકે તેમ છે ત્યારે દરેક વ્યક્તિ આવું વિચારશે અને સ્વચ્છતા તેમજ માસ્ક અને થોડા નિયમો પાળવા ટેવાશે તો કોરોના ઉપર જરૂર વિજય પ્રાપ્ત થશે.
