દિલ્હી-NCRમાં ભૂકંપના ભારે આંચકા આવતા લોકોમાં ભારે ગભરાટ જોવા મળ્યો હતો.
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી ઉપરથી પ્રાપ્ત વિગતો અનુસાર,
આ ભૂકંપનો આંચકોબપોરે 2.28 વાગ્યે આવ્યો હતો જેની તીવ્રતા 5.8 નોંધાઈ હતી.
ભૂકંપનું કેન્દ્ર નેપાળના કાલિકાથી 12 કિલોમીટર દૂર નોંધાયું હતું.
ભૂકંપની અસર નેપાળ, ભારત અને ચીન સુધી જોવા મળી છે. દિલ્હી-એનસીઆર ઉપરાંત ઉત્તરાખંડ, બિહાર, યુપી, હરિયાણામાં પણ કેટલાક વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભૂકંપનું કેન્દ્ર નેપાળમાં જમીનની અંદર 10 કિમી ઊંડાઈએ હોવાનું કહેવાય છે.