ઉત્તર પ્રદેશના પ્રયાગરાજનાં ભાજપ ના સાંસદ રીટા બહુગુણા જોશીની છ વર્ષીય પૌત્રીનું દિવાળી ની રાત્રે ફટાકડા ફોડતી વખતે દાઝી જતા સારવાર દરમ્યાન આજે વહેલી સવારે મૃત્યુ થયું હતુ. ફટાકડા ફોડતી વખતે કપડાં માં આગ લગતા માસૂમ કિયા એ બુમાબુમ કરી મૂકી હતી પણ ઘરના સદસ્યો ને એમ હતું કે બાળકો મસ્તી કરતા હશે પણ જ્યારે ઘર ના સદસ્ય ની નજર પડી ત્યાં સુધી કિયા આખા શરીરે ગંભીર પૂર્વક દાઝી ચુકી હતી. જેને અહીં ની હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાયા બાદ પ્રયાગરાજમાં કિયાની હાલત વધુ ખરાબ થતા તેને વધુ સારવાર માટે દિલ્હી ની એઇમ્સ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. અહીંના ડોકટરોએ તેને બચાવવા માટે ખૂબ જ પ્રયાસ કર્યા, પરંતુ તે સફળ થયા નહીં અને આજે સવારે માસુમ કિયા મોતને ભેટી હતી પરિણામે પરીવરજનો માં શોક ની લાગણી છવાઈ ગઈ છે.
