અમદાવાદઃ જાદુના ચાહકો માટે દુઃખદ સમાચાર આવ્યા છે. જાણીતા વિશ્વ પ્રસિદ્ધ જાદુગર કે.લાલના પુત્ર જુનિયર કે. લાલ હર્ષદરાય વોરાનું નિધન થયુ છે. જાણીતા જાદુગર કાંતિલાલ વોરા અને તેમના પુત્રએ લગભગ 32 વર્ષ સુધી એક સ્ટેજ પરથી જાદુના શો કર્યા હતા. અને હસુભાઈએ જુનિયર કે.લાલ તરીકે પ્રસિદ્ધિ મેળવી હતી.
1968માં અમેરિકાની આઈબીએ સંસ્થાએ હસુભાઈને વિશ્વના સૌથી ઝડપી જાદુગરનો ખિતાબ આપ્યો. કોરોનાની મહામારી માં હસુભાઈ પણ ઝડપાયેલા પરંતુ તેમના રીપોર્ટ નેગેટિવ આવ્યા બાદ ફરી તબીયત લથડતા હાર્ટ એટેક ને કારણે તેમનું અમદાવાદની સાલ હોસ્પિટલ ખાતે દુઃખદ અવસાન થયું છે.