દેશના મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજાનું આગમન થઈ ચૂક્યું છે અને હવામાન વિભાગ દ્વારા કેટલાક વિસ્તારમાં હળવાથી ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે,દેશના મોટાભાગના રાજ્યોમાં ચોમાસાએ દસ્તક દઈ દીધી છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને પ્રી-મોન્સૂનને કારણે કેટલાક રાજ્યોમાં વરસાદ ચાલુ છે.વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે દિલ્હી, યુપી, પંજાબ, હરિયાણા સહિત ઉત્તરના રાજ્યોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.
દક્ષિણ ભારત અને ઉત્તરપૂર્વના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે.
બિહારના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ ચાલુ રહેશે. પટનામાં આજે ગાજવીજ સાથે ભારે વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગે આગાહી કરી છે જે અનુસાર આજે કર્ણાટક, સિક્કિમ, ગોવા, પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોમાં ભારે વરસાદની શક્યતા છે.
જ્યારે છત્તીસગઢ, લક્ષદ્વીપ, તમિલનાડુ, ઓડિશા, મધ્ય પ્રદેશમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.
ઉત્તરાખંડ, જમ્મુ-કાશ્મીર, તેલંગાણામાં પણ આજે વરસાદ પડવાની શક્યતા છે.
હિમાચલ પ્રદેશના રોહતાંગ અને લાહૌલની પહાડીઓ પર હિમવર્ષા થઈ છે
હવામાન કેન્દ્ર શિમલાએ આગાહી કરી છે કે ચોમાસું 25 થી 28 જૂનની વચ્ચે હિમાચલ પહોંચશે.
મનાલીમાં ઝરમર વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. ઊંચા શિખરો પર બરફવર્ષા થઈ છે. નીચાણવાળા વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. જેના કારણે ખીણનું તાપમાન ઘટી ગયું છે