દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવો આસમાને પહોંચ્યા છે ત્યારે હવે હાઈડ્રોજન કારનો વિકલ્પ આવી ગયો છે જે ખુબજ સસ્તો છે, આ કારની ટેન્કમાં માત્ર પાંચ જ મિનિટમાં 5 કિલો ગેસ ભરાઈ જાય છે પછી તે 600 કિ.મી. દોડે છે જેનો ખર્ચ પણ પ્રતિ કિ.મી. ફક્ત રૂ. 2 આવે છે.
દેશની પહેલી હાઈડ્રોજન કાર ‘ટોયોટો મિરાઈ’ હવે આવી ગઈ છે જેને પાઈલટ પ્રોજેક્ટ હેઠળ કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરી આ કારમાં સંસદ પહોંચ્યા હતા.
ગડકરીએ જણાવ્યું કે આ કાર દેશનું ભવિષ્ય છે, જેનાથી પ્રદૂષણ નથી થતું કેમકે આ કારના સાઈલેન્સરમાંથી ફક્ત પાણી જ બહાર નીકળે છે.
હાલમાં ઈલેક્ટ્રિક કાર રૂ. 13થી 15 લાખ અને હાઈડ્રોજન કાર રૂ. 50થી 65 લાખની કિંમત છે. જોકે, હાલ હાઈડ્રોજન કાર બજારમાં ઉપલબ્ધ નથી, જ્યારે ઈલેક્ટ્રિક કારનાં અમુક જ મોડલ ઉપલબ્ધ છે. ઈલેક્ટ્રિક કારમાં પ્રતિ કિ.મી. રૂ. 1 ખર્ચ થાય છે, જ્યારે હાઈડ્રોજન કારમાં આ ખર્ચ રૂ. 2 થાય છે.
હાઈડ્રોજન અને હવાના ઓક્સિજનથી વીજળી પેદા કરીને હાઈડ્રોજન કાર ચાલે છે. આ દરમિયાન સર્જાયેલું પાણી સાઈલેન્સરમાંથી બહાર નીકળે છે જ્યારે ઈલેક્ટ્રિક કારમાં બેટરીથી કારનાં પૈડાંની મોટરની ઊર્જા મળે છે. હાઈડ્રોજન કારમાં એનર્જી સ્ટોર કરવા માટે વપરાતી બેટરી, ઈલેક્ટ્રિક કારની બેટરીથી 30 ગણી હલકી હોય છે.
જોકે,હાઈડ્રોજન ગેસ અત્યંત જ્વલનશીલ હોઇ દુર્ઘટના વખતે તેમાં આગ લાગવાનો ખતરો ઈલેક્ટ્રિક કારથી વધુ હોય છે.
આમ,પેટ્રોલ-ડીઝલના ઓપ્સન તરીકે ભલે ઇલેક્ટ્રીક અને હાઈડ્રોજન કાર આવી હોય પરંતુ હજુ તે માર્કેટમાં આવતા ઘણો સમય લાગી શકે છે તેમાટે રિચાર્જ સ્ટેશનથી માંડી ઈંફાસ્ટ્રક્ચર હજુ ડેવલપ કરવા સમય લાગી શકે છે.દેશમાં ગણ્યાગાંઠ્યા ચાર્જિંગ સ્ટેશન શરૂ થયાં હોય, પરંતુ તે દરેક સ્થળે પહોંચવામાં હાલ ત્રણથી પાંચ વર્ષ થશે,હાઈડ્રોજન ગેસનું ઉત્પાદન અને ટ્રાન્સપોર્ટેશન ખૂબ ખર્ચાળ હોય તે અંગે હજુ વિચારણા ચાલી રહી છે.
મંગળવાર, મે 13
Breaking
- Breaking: ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનથી ભડક્યા રાઉત, દેશના ગૌરવ સામે વેપારને પ્રથમ સ્થાને મુકવાનો આક્ષેપ
- Breaking: ઓપરેશન સિંદૂર, ભાજપનો દાવો – ‘દુનિયા સમજી ગઈ કે ભારત હવે…’
- Breaking: મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ: શરદ પવાર અને અજિત પવાર સાથે આવશે, દેવેન્દ્ર ફડણવીસ અને અન્ય મંત્રીઓની હાજરી
- Breaking: પાકિસ્તાન વિરુદ્ધ કાર્યવાહી પર ઉદિત રાજનું મોટું નિવેદન: મોદી સરકારને સંપૂર્ણ સમર્થન
- Breaking: જમ્મુ એરપોર્ટ અને રેલ્વે સ્ટેશન પર હુમલો નિષ્ફળ: S-400 એ તોડી પાડ્યા અનેક પાકિસ્તાની ડ્રોન
- Breaking: પાકિસ્તાની ડ્રોન હુમલાનો નિષ્ફળ પ્રયાસ, ભારતીય વાયુ સેના રહી ચાંપતી, LoC પર તંગદિલી
- Breaking: પાકિસ્તાની સેનાના અધિકારીઓ આતંકવાદીઓની અંતિમયાત્રામાં હાજર જોવા મળ્યા
- Breaking ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે દિલ્હી એરપોર્ટ પર 90 ફ્લાઇટ્સ રદ, સંપૂર્ણ યાદી અહીં તપાસો