દેશની શાળાઓમાં રવિવારે જાહેર રજા હોય છે પણ ઝારખંડના જામતાડામાં આશરે 100 જેટલી સરકારી શાળાઓમાં રવિવારની રજાને બદલીને શુક્રવારની કરી દેવામાં આવવાનો મામલો સામે આવ્યો છે.
નવાઈની વાત એ છે કે સરકારી તંત્ર પણ આ મામલે ઉંઘતું ઝડપાયું છે,શાળાની દિવાલ ઉપર પણ શુક્રવારને જુમા તરીકે લખવામાં આવેલ છે.
એટલુંજ નહિ પણ ઝારખંડની એક શાળામાં હાથ જોડીને પ્રાર્થના નહીં કરવા શાળાના આચાર્યને ફરજ પાડવામાં આવી હોવાનો મામલો સામે આવ્યો છે, ઝારખંડના ગઢવામાં માધ્યમિક વિદ્યાલયમાં હાથ જોડ્યા વગર પ્રાર્થના કરવાને લગતી એક ઘટના સામે આવી હતી. પ્રિન્સિપલનો આરોપ છે કે પોતે સ્થાનિક મુસ્લિમ સમુદાયના લોકોના દબાણથી મજબૂર થઈ આ પરંપરા છેલ્લા 9 વર્ષથી ચાલુ રાખી છે.
જિલ્લામાં જ્યાં પણ મુસ્લિમોની વસ્તી વધારે છે તે વિસ્તારોમાં દબાણ કરીને શાળાઓમાં રજાનો દિવસ રવિવારથી બદલીને શુક્રવાર કરી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત શાળાના નામની આગળ ઉર્દુ શબ્દ લખવામાં આવ્યો છે.
અનેક એવી શાળા છે કે જ્યાં શુક્રવારે રજા રાખવામાં આવે છે
રાજ્યની ઉત્ક્રમિત ઉચ્ચ વિદ્યાલય બિરાજપુર તથા મધ્ય વિદ્યાલય સતુઆતાંડ સહિત અનેક શાળામાં શુક્રવારની રજા રાખવામાં આવે છે. મોટાભાગની શાળા નારાયણપુર, કરમાટાંડ તથા જામતાડા વિભાગમાં આવેલી છે. આ શાળાઓ ઉર્દુ શાળા નથી તેમ જ શિક્ષણ વિભાગે પણ તેને શુક્રવારે બંધ રાખવા કોઈ આદેશ આપ્યા નથી.
આ અહેવાલો સામે આવતા હવે રાજ્યના શિક્ષણ મંત્રીએ તપાસના આદેશ આપ્યા હતા.