સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા આજે જાહેર થયેલાઆંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાના 9,923 નવા કેસ નોંધાયા છે અને 17 દર્દીઓએ જીવ ગુમાવ્યો છે.
દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધતી જઈ રહી છે ત્યારે સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આજના મંગળવારના આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાના 9,923 નવા કેસ નોંધાયા છે. આ દરમિયાન 17 દર્દીઓએ જીવ ગુમાવ્યો હતો. તમને જણાવી દઈએ કે ગઈકાલે 18 દર્દીઓના મોત થયા હતા. જો કે, છેલ્લા 24 કલાકમાં 7,293 લોકોને રજા આપવામાં આવી છે. દેશમાં સક્રિય દર્દીઓની સંખ્યા વધીને 79,313 થઈ ગઈ છે જે ગઈકાલ કરતાં 2613 વધુ છે. મહામારીની શરૂઆતથી અત્યાર સુધીમાં કુલ 5,24,890 લોકોના મોત થયા છે.