નવી દિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસના દૈનિક નવા પોઝિટિવ કેસોની સંખ્યામાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો છે. સોમવારે દેશભરમાં કોરોના વાયરસના 36,469 નવા કેસ નોંધાયો છે, જે છેલ્લા 101 દિવસમાં નોંધાયેલા સૌથી ઓછા કોરોના કેસ છે. આ સાથે દેશમાં કોરોના સંક્રમણથી સાજા થયેલા દર્દીઓની સંખ્યા 72 લાખને વટાવી ગઇ છે. આ પહેલા 17 જુલાઇએ 35,065 નવા કેસ નોંધાયા હતા. હવે 101 દિવસ બાદ કોરોનાના ગ્રાફમાં ઘણો નીચે જતો દેખાઇ રહ્યો છે. સપ્તાહ કોરોના મામલે ભારતમાં અત્યાર સુધીનું સૌથી સારું સપ્તાહ રહ્યું છે. ખૂબ જ આશ્ચર્યજનક રીતે 19થી 25 ઓક્ટોબર વચ્ચે દેશમાં નવા સંક્રમણ અને મૃત્યુદર બંનેમાં અનુક્રમે 16 ટકા અને 19 ટકાનો ઘટાડો નોંધાયો છે.
ભારતમાં આ સપ્તાહમાં કુલ 3.6 લાખ નવા કોરોના કેસ નોંધાયા છે. જે છેલ્લા ત્રણ મહિનામાં સૌથી મોટો ઘટાડો છે. આ પહેલા 20થી 26 જુલાઈના સપ્તાહમાં 3.2 લાખ કોરોના કેસ નોંધાયા હતા. આ આંકડો તેની પહેલાના સપ્તાહ કરતા 15.7 ટકા નીચો છે. જે કોરોના મહામારી ભારતમાં આવી ત્યારબાદનો સૌથી મોટો ઘટાડો છે. તે સપ્તાહમાં ભારતમાં લગભગ 4.30 લાખ કેસ નોંધાયા હતા.
સપ્ટેમ્બર 7-13 દરમિયાન નોંધાયેલા 6,45,014 સંક્રમણના શિખરથી નવા કોવિડ -19 કેસોમાં ઘટાડો થવાનું આ છઠ્ઠું સપ્તાહ હતું, જે ભારતમાં રોગચાળો ફેલાવવામાં સતત ઘટાડો દર્શાવે છે. દરમિયાન, રવિવારે ભારતે વધુ એક સકારાત્મક લક્ષ્ય હાંસલ કર્યું છે. જેમાં રિકવરીની ટકાવારીના તમામ કેસમાં 90% ને વટાવી ગઈ છે. અત્યાર સુધીમાં કુલ કેસના ભારણમાંથી, લગભગ 71.3 લાખ લોકો આ ચેપમાંથી પુનઃસ્વસ્થ થયા છે.