દેશમાં કોરોના કાબુ બહાર જઇ રહ્યો છે અને માત્ર છેલ્લા 24 કલાક ની વાત કરવામાં આવે તો કુલ 1 લાખ 44 હજાર 829 કેસ નોંધાયા છે. આ પહેલાં ગુરુવારે 1.31 લાખ કેસ નોંધાયા હતા.
શુક્રવારે દેશભરમાં 77 હજાર 199 લોકો એ કોરોના ને મ્હાત આપી છે, જ્યારે 773 દર્દીનાં મોત થયા છે, એવી રીતે એક્ટિવ કેસમાં 66 હજાર 760નો વધારો થયો છે. દેશમાં હવે 10 લાખ 40 હજાર 993 દર્દી સારવાર લઈ રહ્યા છે. આ આંકડો ખૂબ મોટો છે.ગત વર્ષે 17 સપ્ટેમ્બર સંક્રમણ જ્યારે સૌથી વધુ હતું ત્યારે પણ દેશમાં સૌથી વધુ 10.17 લાખ એક્ટિવ કેસ હતા. ત્યારે ચાલુ વર્ષે ગયા વરસ નો રેકોર્ડ તૂટ્યો છે. હવે ફરીથી પરિસ્થિતિ ભયજનક બની રહી છે.
રિકવરી રેટમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. એક જ દિવસમાં એ 91.76%થી ઘટીને 90.8% થઈ ગયો. છેલ્લાં ત્રણ અઠવાડિયામાં એમાં આશરે 8%નો ઘટાડો નોંધાયો છે. છટ્ટીસગઢમાં સૌથી નીચો 80.5% અને મહારાષ્ટ્રમાં 82% દર્દીઓ સ્વસ્થ થયા છે. અહીં એક્ટિવ રેટ ખૂબ વધુ છે. છત્તીસગઢમાં હાલમાં 18.4% છે અને મહારાષ્ટ્ર 16.3% એક્ટિવ રેટ છે.
મળી રહેલા અહેવાલો મુજબ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવત કોરોના પોઝિટિવ આવતા તેઓ ને નાગપુરની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ગયા સોમવારે ભાગવત હરિદ્વાર ગયા હતા, જ્યાં તેમણે કુંભમેળામાં ભાગ લીધો હતો તેમણે ગંગામાં ડૂબકી પણ લગાવી હતી ,આમ કોરોના કાળ માં સંક્રમણ વધતા સ્થિતિ કાબુ બહાર જઇ રહી છે.
