દેશમાં કોરોના ભયંકર રૂપ ધારણ કરી રહ્યો છે અને માત્ર છેલ્લા 24 કલાકમાં જ કોરોના ના 1 લાખ 99 હજાર 376 નવા દર્દી નોંધાતા તેની ગંભીરતા સામે આવી છે. 93,418 સાજા થવા સાથે 1,037નાં મોત થયા હોવાનું નોંધાયું છે. નવા કેસનો આંકડો ગયા વર્ષ ની સરખામણીમાં બમણા કરતાં વધારે થઈ ગયો છે. એ સમયે એક દિવસમાં સૌથી વધુ 97,860 કેસ હતા. આ સાથે એક્ટિવ કેસની સંખ્યા વધીને 14 લાખ 65 હજાર 877 થઈ ગઈ છે. એ 15 લાખને પાર કરી શકે છે, કારણ કે છેલ્લા બે દિવસથી એક લાખથી વધુનો વધારો થઈ રહ્યો છે.
છેલ્લા 24 કલાકમાં જે કુલ 1.99 લાખ નવા કેસ નોંધાયા છે જયારે કુલ 1,037 ના મોત થયા છે અને 93,418 સાજા પણ થયા છે
અત્યારસુધીમાં કુલ સંક્રમિત નો આંકડો 1.40 કરોડ ઉપર પહોંચ્યો છે.
દેશ માં કોરોના ના ભયાનક સંક્રમણ વચ્ચે લોકો ભયભીત બન્યા છે. જોકે આ આંકડા સરકારી છે વાસ્તવિકતા કઈક અલગ છે સ્મશાનો માં 24 કલાક આવી રહેલા મૃતદેહો કઈક અલગ જ ચિત્ર બતાવી રહ્યા છે.