નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત નવા કેસોની સંખ્યા એકંદરે ઘટી રહી છે તેની સાથે-સાથે એક્ટિવ કેસોની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે. કેન્દ્ર સરકારના સત્તાવાર મુજબ ભારતમાં કોરોના વાયરસના અત્યાર સુધી કૂલ 77 લાખ થી વધુ પોઝિટિવ કેસો નોંધાયો છે. જો હાલ દેશમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા ઘટીને 7.15 લાખ જેટલી રહી છે. દેશમાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં 1,16,616 લોકોના મોત નિપજ્યા છે.
ભારતમાં કોરોના વાયરસની ઝપેટમાં અત્યાર સુધીમાં 77 લાખ લોકો આવી ચૂક્યા છે. જેમાં વિતેલા 24 કલાકમાં કોરોના પોઝિટિવ કુલ 55,838 નવા કેસ નોંધાયા છે અને 702 સંક્રમિત દર્દીઓના મોત થયા છે.
ICMRના આંકડાઓ મુજબ દેશમાં ગત 21મી ઓક્ટોબર સુધીમાં કોરોના વાયરસના કુલ 9,86,70,363 સેમ્પલ્સનું ટેસ્ટિંગ કરવામાં આવ્યુ છે જેમાંથી 14,69,984 સેમ્પલ્સનું ગઇકાલે ટેસ્ટિંગ કરવામાં આવ્યુ હતુ. દેશમાં પ્રતિ 10 લાખની વસ્તીદીઠ કોરોનાથી મૃત્યુઆંકના મામલે પણ ભારતની સ્થિતિ વૈશ્વિક સ્તરે ઘણી સારી રહી છે. ભારતમાં પ્રતિ 10 લાખની વસ્તીદીઠ સરેરાશ 84 લોકોના કોરોના સંક્રમણના કારણે મોત નિપજ્યા છે જ્યારે વૈશ્કિક સ્તરે સરેરાશ આ મૃત્યુઆંક 143 છે. તો અમેરિકામાં આનું સરેરાશ પ્રમાણ 660 અને બ્રિટનમાં 644 છે.
કેવી જ રીતે પ્રતિ 10 લાખની જનસંખ્યા દીઠ કોરોના વાયરસથી સંક્રમિત કેસોની સંખ્યાના મામલે પણ ભારતની સ્થિતિ વૈશ્વિક પરિસ્થિતિ કરતા ઘણી સારી છે. ભારતમાં પ્રતિ 10 લાખની વસ્તીદીઠ સરેરાશ 297 લોકોનો જીવલેણ કોરોનાનો ચેપ લાગ્યો હતો. જ્યારે વૈશ્વિક સ્તરે આ સરેરાશ પ્રમાણ 321 વ્યક્તિઓનો છે. તો અમેરિકામાં દર 10 લાખની વસ્તીએ 1195 અને બ્રિટનમાં 1817 લોકોને કોરોનાનો ચેપ લાગ્યો છે.