ભાજપના નેતા અમિત માલવિયાએ કહ્યું છે કે,દેશમાં ચાલી રહેલા તોફાનો કોંગ્રેસની દેન છે, હિંસા ઉપર ઉતરી આવેલા યુવાનોની યુપી પોલીસે ધરપકડ કરી છે તેમાં કેટલાક કોંગ્રેસીઓ હોવાની વાત સામે આવી છે.
સેનાની ભરતી માટે અગ્નિપથ યોજના વિરુદ્ધ ઘણા રાજ્યોમાં હિંસક પ્રદર્શન થઈ રહ્યા છે. ટ્રેનો, બસો અને જાહેર મિલકતોને આગ લગાડવામાં આવી રહી છે. આ યોજનાના વિરોધમાં લગભગ 15 રાજ્યોમાં વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી આવ્યા છે અને દરેક જગ્યાએ અરાજકતાનો માહોલ છે.
આ દરમિયાન બીજેપી આઈટી સેલના પ્રમુખ અમિત માલવિયાએ રાહુલ ગાંધીનો એક વીડિયો શેર કર્યો છે. ટ્વિટર પર શેર કરાયેલા આ વીડિયો દ્વારા બીજેપી નેતાએ દાવો કર્યો છે કે દેશમાં પ્રવર્તી રહેલી સ્થિતિની સ્ક્રિપ્ટ કોંગ્રેસના ચિંતન શિબિરમાં લખવામાં આવી છે.
અમિત માલવિયાએ તેના ટ્વિટર પેજ પર શેર કરેલો વીડિયો ઉદયપુરના ચિંતન શિવરનો હોવાનો દાવો કરે છે. આ વીડિયોમાં રાહુલ ગાંધી કહે છે, ‘હવે આ લડાઈ શરૂ થઈ ગઈ છે. આવનારા સમયમાં તમે જોશો, હિન્દુસ્તાનમાં આગ લાગશે. આ કોંગ્રેસ ચિંતન શિબિરમાં સેંકડો કોંગ્રેસી આગેવાનોએ ભાગ લીધો હતો. વીડિયો શેર કરતાં માલવિયાએ લખ્યું કે, રાહુલ ગાંધીએ કોંગ્રેસના ચિંતન શિબીરથી દેશને ચેતવણી આપી હતી, લંડનમાં પણ એ જ વાતનું પુનરાવર્તન કર્યું હતું.
યુપીમાં, સૈન્યમાં ભરતી કરતા યુવાનોના માસ્કરેડિંગમાં તોડફોડ અને આગ લગાડવા મામલે પોલીસે ઘણા કોંગ્રેસના નેતાઓની ધરપકડ કરી છે.
કોંગ્રેસનીચિંતન શિબિર બાદ રાહુલ ગાંધી તાજેતરમાં લંડનમાં હતા ત્યારેપણ અહીં એક કોન્ફરન્સમાં ભારત વિશે વાત કરતાં તેમણે કહ્યું હતું કે ભારતમાં દરેક જગ્યાએ કેરોસીન છાંટવામાં આવ્યું છે,અને હવે એક ચિનગારીથી આગ લાગી શકે છે. રાહુલના આ નિવેદન બાદ તેમની આકરી ટીકા થઈ હતી. લોકોએ તેને ટ્વિટર પર ખૂબ ટ્રોલ કર્યા હતા.