દેશમાં વધતી જતી મોંઘવારી સામે વિપક્ષ એકજૂથ થયા,સંસદમાં હોબાળો થતા રાજ્યસભા અને લોકસભાની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવાઈ છે.
સંસદના બંને ગૃહોમાં મોંઘવારી અને GST દરમાં વધારા સામે વિપક્ષી પાર્ટીઓનો હોબાળો કરતા રાજ્યસભા અને લોકસભાની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી છે.
કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું હતું કે દેશમાં મોંઘવારી બેફામ વધી છે અને કેટલીક આવશ્યક ચીજવસ્તુઓના ભાવમાં વધારો થતાં જનતા બેહાલ છે, મોંઘવારી અને GST દરમાં વધારાનો વિરોધ કરવા માટે વિરોધ પક્ષો આજે એકજૂથ થયા છે. અમે જનતા માટે લડીશું.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કોંગ્રેસના સાંસદો સાથે મોંઘવારી મુદ્દે સંસદ પરિસરમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું.
આમ,મોંઘવારી મુદ્દે તમામ વિપક્ષ એક થતા સરકાર ઘેરાઈ ગઈ છે.