નોટબંધીના સરકારના નિર્ણયને સુપ્રીમ કોર્ટની 5 જજોની બેન્ચે યોગ્ય ગણાવતા કહ્યું હતું કે સરકારનો નોટબંધી કરવાનો નિર્ણય યોગ્ય હતો.
મહત્વનું છે કે 2016માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 1000 અને 500 રૂપિયાની નોટો બંધ કરવાના નિર્ણયની જાહેરાત સામે 58 જેટલી અરજીઓ થઈ હતી.
જેની સુનાવણી દરમિયાન કોર્ટે સરકારને કયા કાયદા હેઠળ 1000 અને 500 રૂપિયાની નોટો બંધ કરવામાં આવી છે? તેવો સવાલ કર્યો હતો જેની હાલમાં આ કેસની સુનાવણી ચાલી રહી છે.
કોર્ટે આ મામલે સરકાર અને આરબીઆઈ પાસેથી માંગેલા જવાબમાંસરકારે ગયા વર્ષે 9 નવેમ્બરે દાખલ કરેલા એફિડેવિટમાં કહ્યું હતું કે 500 અને 1000ની નોટોની સંખ્યામાં ઘણો વધારો થઇ જતા ફેબ્રુઆરીથી નવેમ્બર સુધી આરબીઆઈ સાથે ચર્ચા કર્યા બાદ 8 નવેમ્બરે આ નોટોને ડિમોનિટાઈઝ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
સુપ્રીમ કોર્ટમાં, સરકારે નોટબંધીના નિર્ણયનો બચાવ કરતાં કહ્યું કે તે નકલી કરંસી, આતંકવાદી ભંડોળ, કાળું નાણું અને કરચોરી જેવી સમસ્યાઓનો સામનો કરવાની યોજનાનો ભાગ અને અસરકારક માર્ગ છે. આર્થિક નીતિઓમાં ફેરફાર સંબંધિત શ્રેણીમાં આ સૌથી મોટું પગલું હતું. કેન્દ્રએ એમ પણ કહ્યું હતું કે નોટબંધીનો નિર્ણય રિઝર્વ બેંકના સેન્ટ્રલ બોર્ડ ઓફ ડિરેક્ટર્સની ભલામણ પર જ લેવામાં આવ્યો હતો.
કેન્દ્રએ તેના જવાબમાં એમ પણ કહ્યું હતું કે નોટબંધીથી નકલી નોટોમાં ઘટાડો, ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં વધારો, બિનહિસાબી આવકની તપાસ જેવા ઘણા ફાયદા થયા છે. માત્ર ઓક્ટોબર 2022માં જ 730 કરોડના ડિજિટલ ટ્રાન્ઝેક્શન થયા હતા, એટલે કે એક મહિનામાં 12 લાખ કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શન નોંધાયા છે.
જે 2016માં 1.09 લાખ ટ્રાન્ઝેક્શન હતા એટલે કે લગભગ રૂ. 6,952 કરોડના ટ્રાન્ઝેક્શન થયા છે.
આમ નોટબંધીના કેન્દ્ર સરકારના નિર્ણયને સુપ્રીમ કોર્ટની 5 જજોની બેન્ચે યોગ્ય ગણાવ્યો હતો.