નવી દિલ્હીઃ ભારતમાં ઝડપી રસીકરણ અભિયાનથી કોરોના મહામારીના સંક્રમણના નવા કેસોની વૃદ્ધિ મર્યાદિત થઇ ગઇ છે. દેશમાં સતત ચોથા દિવસે 40 હજારથી ઓછા નવા કોરોના કેસ નોંધાયા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરાયેલા આંકડા મુજબ દેશમાં 25 જુલાઇ, 2021ના રોજ સમાપ્ત થયેલા 24 કલાક દરમિયાન કોરોના સંક્રમણના નવા 39,361 કેસ નોંધાયો છે. તો આ દરમિયાન કોરોના સંક્રમણના લીધે 416 લોકે જીવ ગુમાવ્યો છે. તે ઉપરાંત આ 24 કલાકમાં કોરોના સંક્રમિત 35,968 લોકો સાજા થયા છે જો કે આ દરમિયાન કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યામાં 2977નો વધારો થયો છે.
આ સાથે દેસમાં કોરોનાના એક્ટિવ કેસોની કુલ સંખ્યા 4 લાખથી ઉપર રહેલી છે. હાલ દેશમાં 4.11 લાખ કોરોના સંક્રમિત લોકો સારવાર હેઠળ છે. મહામારીની શરૂઆતથી અત્યાર સુધીમાં 3 કરોડ 14 લાખ 11 હજાર લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા છે, જેમાંથી 4 લાખ 20 હજાર 967 લોકોની મોત થઇ છે. બીજી બાજુ 3 કરોડ 5 લાખ 3 હજાર લોકો કોરોના સંક્રમણથી સાજા થયા છે.
43 કરોડથી વધારે વેક્સીનના ડોઝ મૂકાયા
આરોગ્ય મંત્રાલયના મતે 25 જુલાઇ સુધી દેશભરમાં 43 કરોડ 51 લાખ કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે. વિતેલ દિવસે 18 લાખ 99 હજાર વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે. રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને વેક્સીનના 45.37 કરોડથી વધારે ડોઝ ઉપલબ્ધ કરાવ્યા છે. રાજ્ય -કેન્દ્ર શાસિત પ્રદેશો અને ખાનગી હોસ્પિટલોની પાસે હાલ વેક્સીનના 3.09 કરોડતી વધારે ડોઝ ઉપલબ્ધ છે. આઇસીએમઆરના મતે અત્યાર સુધી 45 કરોડ 74 લાખ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. વિતેલ દિવસે 11.54 લાખ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરાયુ, જેનો પોઝિવિટીરેટ 3 ટકાથી વધારે છે.