નવી દિલ્હીઃ કોરોના વેક્સીન Covaxinના અંતિમ તબક્કાનું ટ્રાયલ આગામી મહિનાની શરૂઆતમાં થઇ શકે છે. ભારત બાયોટેકને દવા નિયામક તફરથી ફેઝ-3ના ટ્રાયલની મંજૂરી મળી ગઇ છે. ડીસીજીઆઇની એક્સપર્ટ કમિટીની મંગળવારે મિટિંગ થઇ હતી. તેમાં વેક્સીનના અંતિમ ટ્રાયલને મંજૂરી આપવામાં આવી છે. ડીસીજીઆઇ એ પ્રોટોકોલમાં થોડાંક ફેરફાર કર્યા છે. ભારતમાં વેક્સીનની ટ્રાયલમાં 25 હજારથી વધારે લોકો શામેલ થવાની સંભાવના છે. તેમને 28 દિવસના અંતરે વેક્સીનના બે ડોઝ આપવામાં આવશે. શરૂઆતની ટ્રાયલમાં વેક્સીનના પરિણામોએ અપેક્ષા જગાડી છે. Covaxin પહેલી સ્વદેશી કોરોના વાયરસની વેક્સીન છે. તેને ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઇસીએમઆર)ની સાથે મળીને બનાવી છે.
ટ્રાયલ પ્રોટોકોલમાં શું ફેરફાર કરાયા
કમિટીની એક મિટિંગમાં 5 ઓક્ટોબરના રોજ થઇ હતી. તેમાં કંપનીને ફેઝ-3 ટ્રાયલના પ્રોટોકોલ ફરીથી સબમિટ કરવા નિર્દેશ કરાયો હતો. કમિટીનું માનવ છે કે ફેઝ-3 સ્ટડીની ડિઝાઇન તો સંતોષજનક હતી. પરંતુ તેના આરંભિક ફેઝ-2ની સેફ્ટી અને ઇમ્યુનોજેનિસિટી ડેટામાંથી યોગ્ય ડોઝ નક્કી કર્યા બાદ થવુ જોઇએ. કમિટીએ કંપની પાસેથી પહેલા આ ડેટાની માંગણી કરી હતી.
ક્યાં-ક્યાં થઇ શકે છે ટ્રાયલ, ક્યારે આવશે વેક્સીન?
ભારત બાયોટેકનો પ્લાન છે કે Covaxinની અંતિમ ટ્રાયલ દિલ્હી ઉપરાંત ઉત્તરપ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર, પંજાબ અને અસમમાં કરવાની છે. કંપની ફેબ્રુઆરી સુધી ફાઇનલ ટ્રાયલના પરિણામે આવે તેવી આશા રાખી રહી છે. ત્યારબાદ અપ્રુવલ અને માર્કેટિંગના પરમિશનની માટે અરજી કરવામાં આવશે.