દેશમાં ભારે ચકચાર જગાવનાર સીબીઆઈ ડાયરેક્ટર અને મણિપુર અને નાગાલેડના પૂર્વ રાજ્યપાલ અશ્ચિની કુમાર ની લાશ ગળેફાંસો ખાધેલી હાલત માં મળી આવ્યા બાદ તેઓના મોત અંગેનું રહસ્ય અકબંધ રહ્યું છે, અશ્ચિની કુમાર શિમલા ખાતેના પોતાના ઘરમાં ફાંસીએ લટકતા મળી આવ્યા બાદ તેઓના આ શંકાસ્પદ મોત મામલે ભેદી રહસ્ય ઉભું થયું છે.
અશ્ચિની કુમારના આ મોત અંગેના આ સમાચાર દેશભરમાં અને પોલીસ બેડામાં પણ ભારે ચર્ચા માં રહ્યા છે. અશ્ચિની કુમારે આત્મહત્યા કરી છે કે અન્ય કોઈ કારણ છે તે મામલે હજી સુધી કઈ સ્પષ્ટ થયુ નથી. હિમાચલ સિરમોર નિવાસી અશ્ચિની કુમાર 1973ની બેચના આઈપીએસ અધિકારી હતાં. હિમાચલ પ્રદેશના ડીજીપી, સીબીઆઈ ડાયરેક્ટર સહિત અનેક મહત્વના પદો પર રહીઅનેક કેસ ઉકેલી દેશભરમાં નામ બનાવ્યું હતું.
અશ્ચિની કુમારે વર્ષ 2006માં હિમાચલ પ્રદેશના ડીજીપીનો ચાર્જ સંભાળ્યા બાદ અનેક સુધારા કર્યા હતાં. હિમાચલ પોલીસના ડિજિટલાઈઝેશન અને થાણા સ્તર પર કમ્પ્યૂટરના ઉપયોગની શરૂઆત તેમણે જ કરાવી હતી. તેમના કાર્યકાળમાં જ ફરિયાદોનું ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવા સહિતની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેથી દૂરના વિસ્તારોમાં રહેતા લોકોને ફરિયાદ માટે પોલીસ સ્ટેશન આવવાથી રાહત મળી હતી.
અશ્ચિની કુમાર જુલાઈ 2008માં સીબીઆઈના ડાયરેક્ટર બન્યાં હતાં. અશ્ચિની સીબીઆઈ ડાયરેક્ટર બનનારા હિમાચલ પ્રદેશના પહેલા પોલીસ અધિકારી હતા. મે 2013માં તત્કાલીન યૂપીએ સરકારે તેમને પહેલા નાગાલેન્ડના અને ત્યાર બાદ 2013માં તેમને જ ફરીથી મણિપુરના ગવર્નર બનાવ્યા હતાં આમ એક પ્રતિષ્ઠિત અધિકારી તરીકે નામના મેળવનાર આવા મહાનુભવ ના આ પ્રકાર ના મોત અંગે અનેક સવાલો ઉભા થયા છે ત્યારે હજુપણ રહસ્ય અકબંધ રહ્યું છે.
