દેશ માં કોરોના એ હહાકાર મચાવી દીધો છે અને લોકો ઓક્સિજન વગર મરી રહ્યા છે ત્યારે તબીબો એ સરકાર ને ઓક્સિજન નો પૂરતો પુરવઠો ઉપલબ્ધ કરાવવા કરેલી ભલામણ બાદ હવે સરકાર ને ભાન થયું અને ઉદ્યોગકારો ને ઓક્સિજન નો પુરવઠો અટકાવી દઈ આ પુરવઠો હોસ્પિટલમાં પૂરો પાડવા માટે સરકારે આદેશ આપ્યા છે.
કોરોના ની હાડમારી વધતા રાજ્યોના મુખ્ય સચિવોને પાઠવેલા પત્રમાં કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ જણાવ્યું કે દેશમાં કોરોનાના વધી રહેલા કેસો તથા ઓક્સિજનની અછતને ધ્યાનમાં રાખતા અને તેમાંય ખાસ કરીને મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ગુજરાત, દિલ્હી અને યુપીની સ્થિતિ જોતા, કેન્દ્ર સરકારની પેનલે ઓદ્યોગિક ઓક્સિજન સપ્લાયની સમિક્ષા કરી અને તેમાં ઓદ્યોગિક ઓક્સિજનના સપ્લાય પર પ્રતિબંધ મૂકવાનું જરુરી લાગતા 22 એપ્રિલ પછી ઓદ્યોગિક ઓક્સિજનના સપ્લાય પર પ્રતિબંધ લાગુ પડી જશે.
ઓક્સિજનની તંગી નિવારવા મોદી સરકારે 3 મોટા નિર્ણય લીધા છે જેમાં 162 ઓક્સિજન પ્લાન્ટની મંજૂરી,
ઓક્સિજનના સપ્લાયનો પૂરો પાડવા સ્પેશિયલ ટ્રેનો ચલાવાશે અને ઉદ્યોગોના ઓક્સિજન પર પ્રતિબંધ મુકવામાં આવશે.
ગૃહસચિવ ભલ્લાએ જણાવ્યું કે સરકારે 9 ઉદ્યોગોને ઓક્સિજન સપ્લાય આપવાનું ચાલુ રાખ્યું છે એટલે કે 9 ઉદ્યોગોને અવિરત ઓક્સિજન મળતો રહેશે. તેમણે કહ્યું કે આ નિર્ણયથી દેશમાં જરુરી માત્રામાં ઓક્સિજન ઉપલબ્ધ બનશે.
આમ હવે ઓક્સિજન ની અછત નિવારવા માટે સરકારે પગલાં ભરવાનું ચાલુ કર્યું છે.