દેશ માં કરદાતાઓ માટે નવો ચીલો ચાલુ કરવા માટે વડાપ્રધાન મોદી આજે દેશના પ્રામાણિક કરદાતાઓ માટે નવું પ્લેટફોર્મ ‘પારદર્શી કરાધાન-ઈમાનદારનું સન્માન’લોન્ચ કરી એક નવી પહેલ ની શરૂઆત કરી છે, આ પ્રસંગે વડાપ્રધાને જણાવ્યું કે, આ પ્લેટફોર્મ 21મી સદીના ટેક્સ સિસ્ટમની નવી શરૂઆત છે, જેમાં ફેસલેસ અસેસમેન્ટ-અપીલ અને ટેક્સપેયર્સ ચાર્ટર જેવા મોટા રિફોર્મ છે.ફેસલેસ અસેસમેન્ટ અને ટેક્સપેયર ચાર્ટર આજથી જ લાગૂ થઈ ગયા છે. ફેસલેસ અપીલ 25 સપ્ટેમ્બર થી લાગુ થશે આ દિવસે દીનદયાળ ઉપાધ્યાન જન્મદિવસ પણ છે.
અત્રે નોંધનીય છે કે નાણામંત્રી નિર્મલા સીતારામણે ગત બજેટમાં ટેક્સપેયર્સ ચાર્ટર લાવવાની જાહેરાત કરી હતી. ગત સપ્તાહે પણ તેમણે આ ચાર્ટરને ઝડપથી લાગુ કરવાના સંકેત આપ્યા હતા. મંત્રાલયે જણાવ્યું કે, આવકવેરા વિભાગના કામકાજમાં પારદર્શિતા લાવવા માટે સીબીડીટીએ ઘણા પગલા લીધા છે.
ટેક્સપેયર્સ ચાર્ટરનો હેતું કરદાતાઓ અને ઈનકમટેક્સ વિભાગ વચ્ચે વિશ્વાસ વધારવો, ટેક્સપેયર્સની મુશ્કેલી ઘટાડવી અને અધિકારીઓની જવાબદારી નક્કી કરવાનું છે. હાલ માં દુનિયાના ત્રણ દેશ અમેરિકા, કેનેડા અને ઓસ્ટ્રેલિયામાં જ આ સિસ્ટમ લાગૂ છે.
ધ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ્સ ઓફ ઈન્ડિયાના પ્રેસિડેન્ટ સીએ અતુલ કુમાર ગુપ્તાએ જણાવ્યું કે, ICIએ નાણામંત્રાલયને ફેસલેસ અસેસમેન્ટ અંગે સમય સમયે સૂચનો આપ્યા છે.હાલ 18 શહેરમાં આ પાયલટ પ્રોજેક્ટ તરીકે લાગૂ છે. ઈનકમ ટેક્સ અધિકારી સ્તર સુધીના અસેસમેન્ટ ફેસલેસ હોય છે. આમ
ઈમાનદાર કરદાતાઓને પ્રોત્સાહન અને ટેક્સ સિસ્ટમમાં પારદર્શિતા વધારવા માટે પીએમ મોદીએ એક નવા ખાસ પ્લેટફોર્મની શરૂઆત કરી હતી. આ પ્લેટફોર્મનું નામ ટ્રાન્સપેરેન્ટ ટેક્સેશનઃ ઓનરિંગ ધ ઓનેસ્ટ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે પીએમ મોદીએ કહ્યું કે, આ પ્લેટફોર્મ 21મી સદીની ટેક્સ સિસ્ટમની શરૂઆત છે.
પીએમ મોદીએ કહ્યું કે, હવે ટ્રાન્સફર પોસ્ટિંગના મામલામાં રાહત મળશે. તો ટેક્સ સાથે જોડાયેલાં મામલાઓની તપાસ અનેઅપીલ બંને ફેસલેસ થશે. હવે આયકર વિભાગને ટેક્સપેયરનું સન્માન કરવું જરૂરી હશે. પીએમ મોદીએ કહ્યું કે, ટેક્સપેયર્સના યોગદાનથી જ દેશ ચાલે છે અને તેનાથી જ વિકાસનો મોકો મળે છે.
પીએમ મોદીએ કહ્યું કે, અમુક સુવિધા અત્યારથી જ લાગુ કરી દેવામાં આવી છે, જ્યારે તમામ સુવિધાઓ 25 સપ્ટેમ્બરથી શરૂ થશે. છેલ્લા ઘણા સમયથી અમે આ મુદ્દાઓ પર ફોકસ કર્યું છે. આ નવી યાત્રાની શરૂઆત છે એમ વડાપ્રધાન મોદી એ ઉમેર્યું હતું.
