દેશભરમાં કોરોના ની સ્થિતિ ગંભીર બની છે ત્યારે હવે રક્ષામંત્રી રાજનાથસિંહ પણ આગળ આવ્યા છે તેઓ એ સેના પ્રમુખ એમએમ નરવણે, સંરક્ષણ સચિવ અને DRDO ચીફને જણાવ્યું છે કે તેઓ ડિફેન્સ, કેન્ટ અને DRDOની હોસ્પિટલોમાં દેશના સામાન્ય નાગરિકોને સારવાર આપવાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે.
નોંધનીય છે કે છેલ્લા 24 કલાકમાં દેશમાં 2 લાખ 56 હજાર 828 નવા કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે.
અને કોરોના સંક્રમણને કારણે પોતાનો જીવ ગુમાવનારાઓની સંખ્યા 1.80 લાખને પાર થઈ ગઈ છે. અત્યારસુધી 1 લાખ 80 હજાર 550 લોકોએ જીવ ગુમાવ્યો છે.
હાલ હોસ્પિટલમાં ઓક્સિજન, ઇન્જેક્શન, સ્ટાફ ની અછત ઉભી થઇ છે, હોસ્પિટલમાં બેડ નહિ મળતા હોવાની બૂમરાણ મચી છે અને ખુબજ ઝડપથી નવા કેસો આવી રહ્યા હોય હવે સેના ને કોરોના જંગ માં જોતરવા માટે પગલાં ભરવા આગળ આવવા જણાવાયું છે.