દેશ માં કોરોના ની સ્થિતિ એટલી હદે ભયંકર થઈ ગઈ છે કે કેન્દ્ર સરકારના મંત્રીઓને પણ બેડ માટે સોશિયલ મીડિયા પર મદદ માંગવી પડી રહી છે. કેન્દ્રીય મંત્રી જનરલ વી.કે સિંહે આજે રવિવારે પોતાની પોસ્ટની મદદથી ગાઝિયાબાદના DMને એક બેડ અપાવવાની અપીલ કરી હતી. આ પોસ્ટ પછી એવા સમાચાર ફેલાય ગયા કે વી.કે સિંહે પોતાના ભાઈ માટે બેડ માંગ્યો છે. જો કે બાદમાં સિંહે સ્પષ્ટતા કરી કે તેઓએ પોતાના ભાઈ માટે નહીં, પરંતુ કોઈ અન્ય માટે બેડની વ્યવસ્થા કરવાનું કહ્યું હતું
વી.કે સિંહની પોસ્ટના થોડા સમય પછી તેમની વિરૂદ્ધ ચૂંટણી લડી ચુકેલી કોંગ્રેસ નેતા ડોલી શર્માએ બેડ ની વ્યવસ્થા કરી આપી હતી અને કહ્યું કે જે દર્દી માટે તમે બેડની વ્યવસ્થા કરવાનું કહ્યું હતું, તેને હાપુડની હોસ્પિટલમાં બેડ અપાવી દીધો છે અને અન્ય કામ પડે તો કહેજો.
આમ મંત્રીઓ ને પણ ફાંફાં પડી રહ્યા હોવાનું સપાટી ઉપર આવી રહ્યુ છે જોકે,મંત્રી ની ફજેતી થતા તેઓ એ પોસ્ટ ડીલીટ કરી હતી.
