દેશ માં કોરોના બેકાબુ થઈ ગયો છે તબીબી માળખું હવે એક લિમિટ બહાર હોય પડી ભાંગ્યું છે,ઇન્જેક્શન,ઓક્સિજન ખૂટી પડ્યા છે અનેક લોકો મોત ને ભેટી રહ્યા છે દેશ ના ઘણા રાજ્ય માં ઓક્સિજન નો પુરવઠો નહિ હોવાનું જણાવી રહ્યા છે તબીબો પોતાની સામે જ દર્દીઓને મરતા જોઈ રહ્યા છે ત્યારે
મધ્યપ્રદેશના શહડોલ મેડિકલ કોલેજમાં ઓક્સિજનની સપ્લાઈનું પ્રેશર ઘટી જવાથી 12 કોવિડ દર્દીઓનાં મોત નિપજ્યા હોવાની ચોંકાવનારી હકીકત સામે આવી છે. આ તમામ પેશન્ટ ICUમાં દાખલ હતા. ઘટના શનિવારે રાત્રે 12 વાગ્યાની છે. ઓક્સિજન ઓછો થતાં જ દર્દી તરફડવા લાગ્યા. જે બાદ હોસ્પિટલમાં હડકંપ મચી ગયો. ઓક્સિજન સિલિન્ડરની વ્યવસ્થા માટે અફડાતફડી મચી ગઈ. મેડિકલ પ્રબંધન ઓક્સિજનની સપ્લાઈનું પ્રેશર બનાવવા માટે સિલિન્ડરની વ્યવસ્થામાં જોતરાય ગયા. ઓક્સિજનની ઉણપવાળા 12 દર્દીઓના મોત પહેલાં મેડિકલ કોલેજમાં જ કોરોનાના વધુ 10 દર્દીઓના મોત નિપજ્યા હતા. આ રીતે શનિવારે કુલ 22 દર્દીઓએ જીવ ગુમાવ્યા હતા.
આ મામલા અંગે પહેલાં મેડિકલ કોલેજના ડીન ડૉ. મિલિંદ શિરાલકરે 6 લોકોના મોતની પુષ્ટિ કર્યા બાદ થોડીજ વાર માં બાદ અપર કલેક્ટર અર્પિત વર્માએ 12 લોકોના મોત થયા હોવાની જાણકારી આપી હતી તેના થી ગંભીરતા જાણી શકાય છે.
બીજી તરફ પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે શિવરાજ સરકાર સામે સવાલો ઉઠાવ્યા હતા તેઓએ સોશિયલ મીડિયા પર લખ્યું કે, ‘ શહડોલમાં ઓક્સિજનની ઉણપથી મોતના સમાચાર દુઃખદ છે, અગાઉ ભોપાલ, ઈન્દોર, ઉજ્જૈન, સાગર, જબલપુર, ખંડવા, ખરગોનમાં ઓક્સિજનની ઉણપથી મોત થયા બાદ પણ સરકારની ઊંઘ ન ઉડી? અંતે ક્યાં સુધી પ્રદેશમાં ઓક્સિજનની ઉણપથી આ રીતે જ મોત થતાં રહેશે?’
તેઓએ કહ્યું કે શિવરાજ જી તમે ક્યાં સુધી ઓક્સિજનની આપૂર્તિને લઈને ખોટા આંકડા રજૂ કરીને જૂઠાણું ચલાવાત રહેશો, જનતારૂપી ભગવાન રોજ જીવ ગુમાવી રહ્યાં છે. પ્રદેશભરમાં આ સ્થિતિ છે, મોટાભાગની જગ્યાએ ઓક્સિજનનું ભીષણ સંકટ છે. રેમડેસિવિર ઈન્જેક્શનની પણ આ જ સ્થિતિ છે. માત્ર સરકારના નિવેદનો અને આંકડામાં જ ઓક્સિજન અને રેમડેસિવિર ઉપલબ્ધ છે, પરંતુ હકિકતમાં આ વસ્તુઓ હોસ્પિટલમાંથી ગાયબ છે. સરકાર કાગળ પરની બેઠકોમાંથી નીકળીને મેદાન પરની સ્થિતિને સંભાળે, પરિસ્થિતિ ઘણી જ વિકટ છે. આમ દેશ માં જાણે સિસ્ટમ પડી ભાંગી હોવાનું સપાટી ઉપર આવી રહ્યું છે.