દેશમાં કોરોના બેકાબુ બન્યો છે અને 24 કલાક માં 1 લાખ 85 હજાર 104 કોરોના ના નવા દર્દીઓ નોંધાયા છે. 82,231 લોકો સ્વસ્થ થયા અને 1,026 લોકોના મોત નિપજ્યા છે. આ રીતે એક્ટિવ કેસ એટલે કે સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યામાં 1 લાખ 1 હજાર 835 લોકોનો વધારો થયો છે. નવા દર્દીઓનો આંકડો તો દરરોજ નવા રેકોર્ડ સર્જી રહ્યું છે પરંતુ પહેલી વખત એક્ટિવ કેસમાં પણ એક લાખથી વધુનો વધારો નોંધાયો છે. મોતનો આંકડો પણ આ વર્ષે પહેલી વખત 1,000ને પાર થઈ ગયો છે.
આમ દેશ માં કોરોના કહેર વર્તાવી રહ્યો છે જોકે,આ સરકારી આંકડો છે પણ વાસ્તવિક મૃત્યુઆંક અનેકગણો વધારે હોય શકે છે કેમકે સ્મશાનો માં આવતા મૃતદેહો અને સરકારી મૃત્યુઆંક બંધ બેસતો આવતો નથી.
દરેક રાજ્યો કોરોના થી પ્રભાવિત બની રહ્યા છે ત્યારે દેશમાં કોરોના ને લઈ સુપ્રીમ કોર્ટ ની કામગીરી ઉપર અસર પહોંચી છે. સુપ્રીમ કોર્ટના સ્ટાફના અનેક મેમ્બર્સ કોરોના સંક્રમિત થતા હવે સુપ્રીમ કોર્ટમાં થનારી તમામ સુનાવણી હવે વીડિયો કોન્ફરન્સિંગથી થશે. તમામ જજ આ દરમિયાન પોતાના નિવાસસ્થાનેથી જ કામ કરશે. આ દરમિયાન કોર્ટની અલગ અલગ બેંચ નિશ્ચિત સમયથી એક કલાક મોડી બેસસે અને સુનાવણી કરશે ઉપરાંત અનેક સરકારી કર્મચારીઓ પણ સંકમિત બનતા કામકાજ ઉપર અસર વર્તાઇ રહી છે.
