દેશમાં કોરોના બરાબર નો ફેલાઈ ચૂકયો છે અને કોરોના વેકશીન અભિયાન ચાલતું હોવાછતાં તેની અસર નહિવત જણાઈ રહી છે.
છેલ્લા 24 કલાકમાં 56,119 નવા કોરોના ના કેસો ઉમેરાયા છે.
તેમજ 36,983 દર્દીઓ સાજા થયા અને 266 મૃત્યુ પામ્યા. આ પ્રકારે સક્રિય કેસની સંખ્યામાં, એટલે કે સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યામાં 18,883નો વધારો થયો છે. અત્યારસુધીમાં દેશમાં લગભગ 1.21 કરોડ લોકો આ મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા છે. લગભગ 1.14 કરોડ લોકો સાજા થઈ ચૂક્યા છે. 1.62 લાખ લોકોએ જીવ ગુમાવ્યો છે, 5.37 લાખ લોકો સારવાર લઈ રહ્યા છે.
દેશમાં સતત છ દિવસથી 50,000થી વધુ લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ સામે આવ્યો છે, તેમાંથી ત્રણ દિવસ શુક્રવાર, શનિવાર અને રવિવારે આ આંકડો 60,000ને પાર થઈ ગયો છે.
આમ દેશ માં સતત કોરોના નું સંક્રમણ વધતા તંત્ર માં ચિંતા પ્રસરી ગઈ છે.