દેશની રાજધાની દિલ્હી માં આજે સાંજે ભૂકંપના આંચકા આવ્યા હોવાના અહેવાલ છે. મળતા અહેવાલો અનુસાર સાંજે સાત વાગ્યે ભૂકંપ ના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.7 નોંધાઇ છે. રિપોર્ટ્સ અનુસાર ભૂકંપનું કેન્દ્ર હરિયાણામાં ગુરૂગ્રામના રેવાણી પાસે હતું. રાજસ્થાન અને ઉત્તરપ્રદેશમાં પણ આંચકા અનુભવાયા હતા
મિઝોરમમાં શુક્રવારે બપોરે 2 વાગ્યાને 35 મિનિટ પર ભૂકંપ આવ્યો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.6 નોંધાઇ હતી. અગાઉ 24 જૂને પણ ચંફાઇ શહેરથી 31 કિમી દક્ષિણ પશ્વિમમાં 4.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. 22 અને 23 જૂને પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. 22 જૂને 5.3ની તીવ્રતાવાળા ભૂકંપના કારણે અમુક મકાનોને નુકસાન થયા ના અહેવાલ છે આમ છેલ્લા કેટલાક સમય થી દેશમાં ભુકંપ ના આંચકા આવવાનો ઘટનાક્રમ ચાલુ રહ્યો છે.
