દેશ માં કોરોના ની સ્થિતિ ખુબજ કથળી ગઈ છે અને છેલ્લા 24 કલાકમાં કોરોના ના 2 લાખ 16 હજાર 642 કેસ નોંધાતા હડકંપ મચ્યો છે. 1182 દર્દીનાં મોત થયા છે.
ભારતમાં હાલ 15 લાખ 63 હજાર 588 દર્દીઓ સારવાર હેઠળ છે. આના વિશ્વના ટોપ-20 સંક્રમિત શહેરોની યાદીમાં ભારતનાં 15 શહેરોનો સમાવેશ થાય છે. પુણે આ યાદીમાં ટોપ પર છે, જ્યારે મુંબઈ બીજા નંબરે છે. સ્થિતિ એવી એ છે કે દેશના 120 જેટલા જિલ્લાઓમાં બેડ, ઓક્સિજન, વેન્ટિલેટર જેવી સુવિધાઓની અછત પડી રહી છે.
મહારાષ્ટ્ર, યુપી, દિલ્હી, કર્ણાટક, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, ગુજરાતમાં સૌથી વધુ દર્દીઓ મળી રહ્યા છે.
ગુરુવારે દેશમાં સૌથી વધુ 61,695 નવા દર્દીઓ મહારાષ્ટ્રમાં નોંધાયા છે. ઉત્તરપ્રદેશ બીજા નંબરે રહ્યું. અહીં 22,339 લોકો પોઝિટિવ મળી આવ્યા હતા. દિલ્હીમાં 16,699, છત્તીસગઢમાં 15,256, કર્ણાટકમાં 14,738 અને મધ્યપ્રદેશમાં 10,166 દર્દીઓ કોરોના પોઝીટિવ આવ્યા છે ગુજરાતમાં 7 હજાર ઉપર આંકડો પહોંચ્યો છે જોકે, આ માત્ર સરકારી આંકડા છે પણ વાસ્તવિકતા કંઈક અલગ છે અને ખૂબ મોટી સંખ્યા માં કોરોના ના દર્દીઓ નોંધાઇ રહયા છે.