એક તરફ કોરોના નો કહેર અને બીજી તરફ સતત ચોથા દિવસે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો થતા હવે જીવન જરૂરિયાત ની ચીજ વસ્તુઓ ના ભાવો માં ભડકો થવાની શકયતા ઉભી થઇ છે, કોરોના કાળ દરમિયાન ક્રૂડ ના ભાવો નીચા હોવા છતાં સરકારે પેટ્રોલ અને ડીઝલ માં ભાવો માં વધારો ચાલુ રાખ્યો હતો અને કોરોના માં મોંઘવારી આંટો લઈ ગઈ છે ત્યારે હવે લીટર ના ભાવ 90 સુધી પહોંચતા આગામી દિવસો માં કઠોળ,શાકભાજી વધુ મોંઘા બનશે અને કોરોના માં બધું બંધ છે અને કમાવાના ઠેકાણા નથી ત્યાંજ હવે મોંઘવારી માં લોકો નું શુ થશે તે મોટો પ્રશ્ન છે.
આજે ડીઝલના ભાવમાં 17થી 19 પૈસાનો વધારો થયો છે, જ્યારે પેટ્રોલના ભાવમાં મહત્તમ 7 પૈસાનો વધારો થયો છે. આ વધારા સાથે દેશનાં ઘણાં શહેરોમાં પેટ્રોલની કિંમત 90ની પાર પહોંચી ગઈ છે. ગુજરાતમાં છેલ્લા ચાર દિવસ દરમિયાન લિટરદીઠ પેટ્રોલના ભાવમાં 50 પૈસા અને ડીઝલમાં 90 પૈસા જેવો વધારો થયો છે. મહારાષ્ટ્રના પરભણીમાં પેટ્રોલ રૂ. 90.63 પ્રતિ લિટર પર પહોંચી ગયું છે, જ્યારે જયપુરમાં ડીઝલ 80 રૂપિયાને પાર કરી ગયું છે. આ પહેલાં રવિવારે પેટ્રોલના ભાવમાં 8 પૈસા અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર 19 પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો.
અમદાવાદ ખાતે નવા ભાવવધારા બાદ પેટ્રોલનો એક લિટરનો ભાવ રૂ. 78.97 થયો છે. પેટ્રોલ પંપ એસોસિએશનના જણાવ્યા પ્રમાણે, ભાવવધારો ચાલુ રહેશે તો આવતા બે-ચાર દિવસમાં પેટ્રોલનો દર ગુજરાતમાં પણ રૂ. 90 પ્રતિ લિટર થઇ શકે છે. આજે સોમવારે ડીઝલનો રેટ રૂ. 76.67 પ્રતિ લિટર પર પહોંચ્યો છે. આમ હવે પછીના દિવસો ખુબજ મુશ્કેલીઓ ઉભી કરશે અને તેઓ કરે તો પણ શું કરે કોને ફરીયાદ કરવી જેવો ઘાટ ઘડાયો છે.
