દ્રૌપદી મુર્મુએ દેશના 15માં રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા છે.
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ એનવી રમને તેમને શપથ લેવડાવ્યા હતા. તમને જણાવી દઈએ કે મુર્મુ દેશના બીજા મહિલા રાષ્ટ્રપતિ છે, સર્વોચ્ચ બંધારણીય પદ સંભાળનાર પ્રથમ આદિવાસી મહિલા અને સ્વતંત્ર ભારતમાં જન્મ લેનાર પ્રથમ રાષ્ટ્રપતિ છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે આ પણ એક સંયોગ છે કે જ્યારે દેશ તેની આઝાદીના 50મા વર્ષની ઉજવણી કરી રહ્યો હતો ત્યારે મારી રાજકીય કારકિર્દી શરૂ થઈ. અને આજે આઝાદીના 75માં વર્ષમાં મને આ નવી જવાબદારી મળી છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે હું ભારતના સર્વોચ્ચ બંધારણીય પદ પર ચૂંટાવા બદલ તમામ સાંસદો અને વિધાનસભાના તમામ સભ્યોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. તમારો મત દેશના કરોડો નાગરિકોની આસ્થાની અભિવ્યક્તિ છે.
દેશના 15મા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શપથગ્રહણ બાદ પોતાનું સંબોધન આપ્યું હતું. તેમણે કહ્યું કે ભારતના તમામ નાગરિકોની આશાઓ અને આકાંક્ષાઓ અને અધિકારોનું પ્રતીક આ પવિત્ર સંસદ તરફથી હું તમામ દેશવાસીઓને નમ્રતાપૂર્વક શુભેચ્છા પાઠવું છું.
તમારો લગાવ, તમારો વિશ્વાસ અને તમારો ટેકો મારા માટે આ નવી જવાબદારી નિભાવવામાં મારી સૌથી મોટી તાકાત હશે.