નાગપુર પોલીસે બાગેશ્વર ધામના પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીને અંધશ્રદ્ધા ફેલાવવાના મામલામાં ક્લીનચીટ આપી છે. નાગપુર પોલીસે કહ્યું છે કે મહારાષ્ટ્ર અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિની ફરિયાદની તપાસ બાદ નાગપુરના કાર્યક્રમમાં બાગેશ્વર ધામ વિરુદ્ધ અંધશ્રદ્ધા ફેલાવવાના કોઈ પુરાવા મળ્યા નથી.
પોલીસે તપાસ બાદ અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિને લેખિત જવાબ પણ મોકલી આપ્યો છે. નાગપુર પોલીસ કમિશનર અમિતેશ કુમારે બુધવારે જણાવ્યું હતું કે ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમના વીડિયોની તપાસ કરવામાં આવી હતી અને જાણવા મળ્યું હતું કે નાગપુરમાં તેમના કાર્યક્રમ દરમિયાન કોઈ અંધશ્રદ્ધા ફેલાવવામાં આવી રહી નથી.
મહારાષ્ટ્રમાં અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિ દ્વારા ધીરેન્દ્ર શાસ્ત્રીને પડકારવામાં આવ્યા હતા. ધીરેન્દ્ર શાસ્ત્રી એક પેમ્ફલેટ પર લખીને લોકોના મનની વાત કહેવાનો દાવો કરે છે તે અંગે સમિતિનું માનવું હતું કે ધીરેન્દ્ર શાસ્ત્રી અંધશ્રદ્ધા ફેલાવે છે.
જોકે,ધીરેન શાસ્ત્રી ભક્તોને એજ કહે છે જેની તેઓને સ્ફુરણા થાય છે અને તેઓ કોઈ ફી કે પૈસા પણ લેતા નથી અને ભગવાન શ્રી રામ અને શ્રી હનુમાનજી ની કથા કરે છે અને સનાતન ધર્મ વિશે સમજણ આપે છે જેમાં લાખ્ખો લોકો કથા શ્રવણ માટે આવે છે.
શ્રી હનુમાનજીના ચાલીસા માં ‘ભૂત પીચાશ નિકટ નહિ આવે’ મુજબ ઉલ્લેખ છે જેમાં જે લોકો નેગેટિવીમાં ઘેરાયેલા છે તેઓ સકારાત્મક બને તેવી રીતે શ્રી હનુમાનજી ને પ્રાર્થના કરે છે.