કોમેડી કિંગ કપિલ શર્મા આજકાલ ફરી નવરા થઈ ગયા છે કારણ કે તેઓનો શો ફરી બંધ થઈ ગયાના અહેવાલો છે,કપિલ શર્માએ પોતાના શોમાં ધ કાશ્મીર ફાઇલ્સને પ્રમોટ કરવાની ના પાડી દેતા લોકોના રોષનો ભોગ બની રહયા છે.
કપિલ સોશિયલ મીડિયા પર 20 હજાર ટ્વિટ સાથે ટ્રેન્ડ કરી રહ્યો છે. યુઝર્સનું કહેવું છે કે કપિલ શર્મા શો અનિશ્ચિત સમય માટે બંધ કરી દેવામાં આવ્યો છે અને ફિલ્મ કાશ્મીર ફાઇલના દર્શકોની એકતા બાદ આ શક્ય બન્યું છે. શુક્રવારથી આ સમાચાર વાયરલ થઈ રહ્યા છે કે કપિલ શર્મા શો બંધ થઈ ગયો છે. ચાલો જાણીએ આ સમાચાર પાછળનું સત્ય શું છે.
લોકોનું કહેવું છે કે કપિલ શર્માએ પોતાના શોમાં ધ કાશ્મીર ફાઇલ્સને પ્રમોટ કરવાની ના પાડી દીધી હતી. જેના કારણે દર્શકોએ શોનો બહિષ્કાર કર્યો હતો પરિણામે સોની ટીવીનો 43 ટકા શેર ઘટી જતાં નિર્માતાઓએ કપિલ શર્મા શોને અનિશ્ચિત સમય માટે બંધ કરવાનો નિર્ણય લીધો છે.
યુઝર્સનું કહેવું છે કે કપિલનો શો બંધ થઈ ગયો છે કારણ કે લોકોએ આ શોનો બહિષ્કાર કર્યો હતો. એક યુઝરે લખ્યું- હું ખૂબ જ ખુશ છું કે કપિલ શર્મા શો બંધ થઈ ગયો છે. આવા રાષ્ટ્ર વિરોધી કાર્યક્રમો બંધ થવા જોઈએ.
ધ કપિલ શર્મા શોના રેટિંગમાં ઘટાડો થતાં આ શો બંધ થઈ ગયો છે. મુકેશ ખન્નાજી અને મહેન્દ્ર સિંહ ધોની એ કપિલ શર્માના શોનો બહિષ્કાર કર્યા બાદ લોકો એ બાયકોટ કરવાનું શરૂ કર્યું છે.