‘ધ કાશ્મીર ફાઇલ્સ’ ફિલ્મ પ્રદર્શિત થતાંજ અહીં હિન્દૂ પંડિતો ઉપર થયેલા અત્યાચાર લોકોની સામે આવી ગયા છે અને આયોજનબદ્ધ રીતે હિન્દુઓને કાશ્મીરમાં હિન્દુઓના ઘર,જમીન છોડવા અને તેની ઉપર કબ્જો જમાવી આ વિસ્તાર તેઓનો છે તેવું સાબિત કરવા થયેલા અત્યાચારો ની પોલ ખુલી ગઈ છે ત્યારે
ફિલ્મ ખાસ કરીને જમ્મુ-કાશ્મીર ના મુસ્લિમ નેતાઓને ગમી નથી.
પીપલ્સ કોન્ફરન્સના પ્રમુખ સજ્જાદ લોને પોતાની પ્રતિક્રિયામાં કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ફિલ્મ નિર્માતા વિવેક અગ્નિહોત્રીને રાજ્યસભાની બેઠક આપવા જણાવી ઉમેર્યું કે જો પીએમ આવું નહીં કરે તો વિવેક આવી ફિલ્મો બનાવતો રહેશે. એક નવો ટ્રેન્ડ છે કે વિવેક અગ્નિહોત્રી અને અનુપમ ખેર જેવા લોકો રાજ્યસભામાં જવા માટે આવું કરી રહયા છે.
પૂર્વ મંત્રી લોને કહ્યું કે કાશ્મીરી પંડિતો સાથે થયેલા અન્યાય અંગે કોઈ શંકા નથી પરંતુ કાશ્મીરી મુસ્લિમો ઉપર પણ પંડિતો કરતા 50 ગણા વધુ અત્યાચાર ગુજારવામાં આવ્યા છે. તમે માત્ર એક સમુદાયની પીડાને દસ્તાવેજીકૃત કરી શકતા નથી. આપણે બધા આમાં સાથે છીએ. મેં મારા પોતાના પિતાને ગોળી વાગવાથી ગુમાવ્યા હતા.
આ સમયે ફારૂકનું નિવેદન પણ સામે આવ્યું છે, એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા ફારુકે કહ્યું હતું કે અલબત્ત 90ના દાયકામાં કાશ્મીરી પંડિતો સાથે જે પણ થયું તે ખૂબ જ નિંદનીય હતું પરંતુ હું અહીં એક વાત સ્પષ્ટ કરવા માંગુ છું કે તે તમામ બાબતો માટે હું જવાબદાર નથી. તે ખૂબ જ ખરાબ સમય હતો, જેના માટે મારું હૃદય હજી પણ રડે છે. તેમણે કહ્યું કે 1990માં કાશ્મીરમાં જે કંઈ પણ થયું તે એક કાવતરું હતું, સારી રીતે વિચારેલું કાવતરું હતું, જેની વિગતવાર તપાસ થવી જોઈએ.
આમ કાશ્મીરમાંથી હિન્દુ પંડિતોને ખદેડી મુકવાના અને માત્ર એકજ કોમ દ્વારા અહીં બહુમતી સાબિત કરવા થયેલા આ મોટા કાવતરા નો પર્દાફાશ થઈ જતા હવે અસલિયત બહાર આવી રહી છે.
