બિહારના મોતિહારીમાં આજે રવિવારે એક પેસેન્જર ટ્રેનના એન્જિનમાં આગ લાગતા ભારે અફરાતફરી સર્જાઈ હતી.
રક્સૌલથી નરકટિયાગંજ જતી પેસેન્જર ટ્રેનમાં સવારે 6.10 વાગ્યે આગ લાગવાની ઘટના બની હતી.
સળગી રહેલી ટ્રેનને તાત્કાલિક અટકાવી દેવામાં આવી હતી. આ દરમિયાન મુસાફરોએ ટ્રેનમાંથી કૂદીને જીવ બચાવ્યો હતો.
ટ્રેનની નજીક હાજર કર્મચારી સ્ટાફ પણ કોચમાં પહોંચી ગયો હતો અને લોકોને નીચે ઉતાર્યા હતા.
આ પછી એન્જિન સાથે જોડાયેલ કોચને અલગ કરી દેવામાં આવ્યો હતો. હવે આ કોચને બીજા એન્જિન સાથે જોડીને નરકટિયાગંજ લઈ જવામાં આવી હતી.
05541 પેસેન્જર ટ્રેન રક્સૌલ જંક્શનથી રોજ સવારે 5:10 વાગ્યે ઉપડે છે.
આ દરમિયાન, રવિવારે જ્યારે ટ્રેન રક્સૌલના ભેલાહીના બ્રિજ નંબર 39 પાસે પહોંચી ત્યારે અચાનક તેમાં આગ લાગી હતી. જ્યારે ત્યાં હાજર રેલવે કર્મચારીઓએ ધુમાડો જોયો તો જાણવા મળ્યું કે ટ્રેનના એન્જિનમાં આગ લાગી હતી.
જો કે, કર્મચારીઓએ સમયસર ટ્રેનના એન્જિનને કોચથી અલગ કરી દીધું હતું, જેના કારણે બીજા કોચમાં આગ આગળ વધી શકી નહોતી.
ટ્રેનમાં આગ લાગવાનું કારણ જાણી શકાયું ન હતુ.